________________
૬૯
શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા રક્ષા પોટલી બાંધી બેઉને,
મંદિર મેલ્યા શણગારી રે. સખી! ૭. પ્રભુમુખકમળ અમરી ભમરી,
રાસ રમતી લટકાળી રે; સખી ! પ્રભુ માતા નું જગતની માતા,
જગદીપકની ધરનારી રે. સખી! ૮. માજી તુજ નંદન ઘણું જીવો, તે
ઉત્તમ જીવને ઉપગારી રે; સખી ! છપ્પન દિગકુમરી ગુણ ગાતી,
શ્રી શુભવીર વચનશાળી રે. સખી!૯.
અરણીના કાષ્ઠવડે અગ્નિ કરી તેમાં ચંદનના કાષ્ઠને બાળી તેની બનાવેલી એક રક્ષા પોટલી માતાને હાથે અને એક રક્ષા પોટલી પુત્રને હાથે બાંધી શણગારેલા મહેલમાં મૂકે છે. ૪ થી ૭.
પ્રભુના મુખરૂપ કમળને વિષે ભમરી સરખી તે દેવાંગનાઓ ફરતી ફુદડી લેતી રાસ રમે છે અને કહે છે- 'હે પ્રભુ માતા! તમે જગતની માતા છો, જગતને વિષે દીપક સરખા પુત્રરૂપ દીપકને ધરનારા છો. હે માતા ! તમારા પુત્ર જે ઉત્તમ જીવોને ઉપકાર કરનારા છે, તે ઘણું જીવો.” આ પ્રમાણે સુંદર વચનો વડે છપ્પન દિકકુમારિકાઓ પ્રભુના ગુણ ગાય છે. શ્રી શુભવિજયજી મહારાજના શિષ્ય વીરવિજયજી મહારાજ પણ ગુણ ગાય છે. ૮–૯. •
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org