SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ શ્રી પૂજા સંગ્રહ સાથે તૃતીયવ્રત ચોથી પુષ્પમાળ પૂજા દુહો સુરતરુ જાઈ ને કેતકી, ગુંથી ફૂલની માળ; ત્રિશલાનંદન પૂજીએ, વરીએ શિવવરમાળ. ૧. ઢાળ પ્રભુ કંઠે ઠવી ફૂલની માળા, ભૂલથકી વ્રત ઉચ્ચરી રે, ચિત્ત ચોખે ચોરી નવિ કરીએ. સ્વામી અદત્ત કદાપિ ન લીજે, ભેદ અઢારે પરિહરીએ રે.ચિત્ત) નવિ કરીએ તો ભવજળ તરીએ રે. ચિત્ત૧. સાત પ્રકારે ચોર કહ્યો છે, તૃણ તુષમાત્ર ન કર ધરીએ રે; ચિત્ત) દુહાનો અર્થ- કલ્પવૃક્ષ, જાઈ અને કેતકી વગેરેના ફૂલોની માળા ગુંથીને ત્રિશલામાતાના પુત્ર શ્રી મહાવીરસ્વામીને પૂજીએ અને મોક્ષરૂપ વરમાળા મેળવીએ. ૧. ઢાળનો અર્થ- પ્રભુના કંઠમાં ફૂલની માળા સ્થાપન કરીને સ્થૂલથી ત્રીજ અદત્તાદાનવિરમણ વ્રત ઉચ્ચરીએ અર્થાત્ ચોરી ન કરવા રૂપ ચોખા ચિત્તે નિયમ લઇએ. અદત્તના ચાર પ્રકાર (જીવઅદત્ત, તીર્થકરઅદત્ત, ગુરુઅદત્ત અને સ્વામીઅદત્ત) છે, તેમાંથી શ્રાવકે સ્વામી અદત્ત ક્યારે પણ ન લેવું, સ્વામી અદત્તના અઢાર ભેદ કહ્યા છે, તેને પરિહરીએ. અદત્તનો ત્યાગ કરીએ તો સંસારસાગરને તરી જઇએ. ૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy