________________
૨૭૦
શ્રી પૂજા સંગ્રહ સાથે
ઢાળ જ્ઞાનાવરણ દૂર કરે રે મિત્તા, પાણી અંગ ઉપાંગ; ફૂલપગર પૂજા રચો રે મિત્તા, વીર જિનેશ્વર અંગ રે.
રંગીલા મિત્તા ! એ પ્રભુ સેવોને. એ પ્રભુ સેવો સાનમાં રે મિત્તા, જ્ઞાન લાહો ભરપૂર રે;
- રંગીલા મિત્તા ! એ પ્રભુ સેવોને. ૧. સામૈયું વિવાદમાં રે મિત્તા, કરતા કોણિક ભૂપ; અંબા શિષ્યને વરણવ્યારે મિત્તા,પ્રશ્ન તે સિદ્ધ સ્વરૂપરે,
રંગીલા મિત્તા ! એ પ્રભુ સેવોને. ૨. રાયપાસેણી સૂત્રમાં રે મિત્તા, સૂર્યાભનો અધિકાર; જીવાભિગમ ત્રીજું સુણોરે મિત્તા,દશ અધ્યયનવિચાર,
રંગીલા મિત્તા ! એ પ્રભુ સેવોને. ૩. ઢાળનો અર્થ- હે મિત્ર ! અંગ-ઉપાંગને જાણી જ્ઞાનાવરણકર્મને દૂર કરો. હે આનંદી મિત્ર! વીર પરમાત્માના અંગે ફૂલપગર ભરી પૂજા કરો. મનમાં એ પ્રભુનું ધ્યાન કરી સેવા કરી ભરપૂર-અત્યંત જ્ઞાન મેળવો. ૧.
(અગિયાર અંગની હકીકત જણાવી, હવે બાર ઉપાંગ સૂત્રોની હકીકત જણાવે છે.) ૧ લા ઉપાંગ શ્રી ઔપપાતિકસૂત્રમાં શ્રી શ્રેણિક મહારાજાના પુત્ર શ્રી કોણિક મહારાજાએ પ્રભુશ્રી મહાવીર સ્વામીને વાંદવા માટે કરેલા સામૈયાનું વર્ણન આવે છે. અંબડ પરિવ્રાજકનું વર્ણન આવે છે. ગૌતમસ્વામીએ પૂછેલા પ્રશ્નો અને સિદ્ધોનું સ્વરૂપ આવે છે. (આ આચારાંગસૂત્રનું ઉપાંગ છે.) ર
બીજા ઉપાંગ શ્રી રાજકીયસૂત્રમાં સૂર્યાભદેવનો અધિકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org