________________
૨૭૧
પીસ્તાલીશ આગમની પૂજા
શ્યામસૂરિ રચના કરી રે મિત્તા, પન્નવણા મહાસૂત્ર; છત્રી પદ ગુરુપસાયથી રે મિત્તા, ધારો અર્થ વિચિત્ર રે,
રંગીલા મિત્તા ! એ પ્રભુ સેવોને.૪. જંબૂઢીપપત્તિ રે મિત્તા, જંબૂદ્વીપ વિચાર; છઠ્ઠા સૂરપન્નત્તિમાં રે મિત્તા, રવિમંડલ ગ્રહ ચાર રે,
રંગીલા મિત્તા ! એ પ્રભુ સેવોને. ૫. કહે ચંદપન્નત્તિ પાહુડે રે મિત્તા, જ્યોતિષચક્ર વિશેષ; આગમ પૂજો પ્રાણિયા રે મિત્તા, કહે શુભવીર જિનેશ રે,
રંગીલા મિત્તા ! એ પ્રભુ સેવોને. ૬. વગેરે વર્ણનો આવે છે, (આ શ્રી સૂત્રકૃતાંગસૂત્રનું ઉપાંગ છે) ત્રીજા ઉપાંગ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર છે. તેમાં દશ અધ્યયનોનો વિચાર છે. (આ સૂત્ર શ્રી સ્થાનાંગસૂત્રનું ઉપાંગ છે) ૩
ચોથા ઉપાંગ શ્રી પ્રજ્ઞાપના સૂત્રની રચના શ્રી શ્યામાચાર્યે કરી છે. તેમાં જીવ અને પુદ્ગલ સંબંધી ૩૬ પદોનું સુંદર વર્ણન જાદા જાદા અર્થો દ્વારા કરેલ છે તેને ગુરુ પાસે ધારો. (આ સૂત્ર શ્રી સમવાયાંગસૂત્રના ઉપાંગ તરીકે જણાય છે.) ૪
પાંચમા ઉપાંગ શ્રી જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રની અંદર જંબુદ્વીપ આદિનો વિચાર આવે છે. (આ ઉપાંગ કેટલાકના મતે જ્ઞાતાસૂત્રનું અને કેટલાકના મતે ઉપાસકદશાસૂત્રનું ઉપાંગ મનાય છે) છઠ્ઠા સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગમાં સૂર્યમંડળ ગ્રહચાર વગેરેનું વર્ણન આવે છે-ખગોળ સંબંધી માહિતી આવે છે. (આ ઉપાંગ શ્રી ભગવતીજીના ઉપાંગ તરીકે હોય તેમ જણાય છે. ) ૫
સાતમા ઉપાંગ શ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિસૂત્રમાં શ્રી જ્યોતિષચક્ર સંબંધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org