________________
શ્રીમદ્ યશોવિજયજી ઉપાધ્યાયકૃત
શ્રી નવપદજીની પૂજાવિધિ
આ પૂજામાં નવપદની નવપૂજાઓ છે. તેથી ઉત્તમફળો, નૈવેદ્ય, અને જુદાં જુદાં ધાન્ય નવ-નવ લાવવાં. પંચામૃત-કેસરપુષ્પ-અક્ષત-ધૂપ-દીપ આદિ વસ્તુઓ શક્ય હોય તો નવ-નવ લાવવી. અને જો શક્ય ન જ હોય તો એકેક લાવવી. કળશ પણ નવ લાવવા. નાડાછડી, રકાબીઓ વગેરે પૂર્વની જેમ સમજવું. દરેક પૂજા વખતે અષ્ટપ્રકારી પૂજાના આઠે દ્રવ્યો લઈને ઉભા રહેવું. અને પૂજા ભણાઈ રહે, તથા થાળી વાગે ત્યારે પ્રભુને જળાભિષેક, બંગલુછણાંથી અંગ લુંછવાનું, કેસરપૂજા, પુષ્પપૂજા, ધૂપપૂજા-દીપકપૂજા- આદિ કરવાં. નવે પદોના જે જે વર્ષો છે. તે તે વર્ણવાળું ધાન્ય તે તે વખતે સાથે લેવું. જેમ કે અરિહંત પદની પૂજા વખતે અક્ષત, સિધ્ધપદની પૂજા વખતે ઘઉં, આચાર્યપદની પૂજા વખતે ચણા, ઉપાધ્યાયપદની પૂજા વખતે મગ, સાધુપદની પૂજા વખતે અડદ, અને દર્શનાદિ ચારે પદોની પૂજા વખતે અક્ષત દ્રવ્ય લેવું. પ્રથમ સ્નાત્ર ભણાવીને આ પૂજા ચાલુ કરવી. જલાભિષેક કરતી વખતે 3ૐ હૌં નમો અરિહંતાણ, ૐ હીં નમો સિધ્ધાણં, ૐ હીં નમો આયરિયાણં, એ જ રીતે ઉવજઝાયાણ, વિગેરે પદોનો પાઠ કહેવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org