________________
૧૮૮
શ્રી પૂજા સંગ્રહ સાથે નિર્મળ સિદ્ધશિલાની ઉપરે, જોયણ એક લોગંત; સાદિ અનંત તિહાં સ્થિતિ જેહની, તે સિદ્ધ પ્રણો સંત રે.
ભવિકા ! સિ. ૩. જાણે પણ ન શકે કહી પુરગુણ, પ્રાકૃત તેમ ગુણ જાસ; ઉપમા વિણ નાણી ભવમાંહે, તે સિદ્ધ દીયો ઉલ્લાસ રે.
ભવિકા ! સિ૦ ૪. જ્યોતિશું જ્યોતિ મળી જસ અનુપમ, વિરમી સકલ ઉપાધિ આતમરામ રમાપતિ સમરો, તે સિદ્ધ સહજ સમાધિ રે.
ભવિકા ! સિવ પ.
રૂપાતીત સ્વભાવ જે, કેવળ દંસણ નાણી રે; તે ધ્યાતા નિજ આતમા, હોય સિદ્ધ ગુણખાણી રે. વર૦ ૧.
નિર્મળ સિદ્ધશિલાની ઉપર ઉત્સાંગુલના માપે એક યોજના દૂર લોકનો અંત છે, ત્યાં જેમની સાદિ અનંતકાળ સ્થિતિ છે, તે સિદ્ધના જીવોને હે પુરુષો ! તમે નમન કરો ! ૩
જેમ ગ્રામ્ય પુરુષ નગરના ગુણ જાણે છે પણ ઉપમા યોગ્ય વસ્તુના અભાવથી કહી શકતો નથી તેમ સંસારમાં જ્ઞાની પુરુષોને જેમનું સ્વરૂપ કહેવાને માટે ઉપમા મળી શકતી નથી તે સિદ્ધના જીવો આનંદ આપો ! ૪
અનુપમ એવી જેમની જ્યોતિ અન્ય જ્યોતિઓમાં મળી ગઈ છે, સમસ્ત ઉપાધિ જેમની વિરામ પામી ગઈ છે, આત્મામાં રમણ કરનારા છે, આધ્યાત્મિક લક્ષ્મીના સ્વામી છે અને જેઓ સ્વાભાવિક સમાધિવાળા છે તે સિદ્ધોનું સ્મરણ કરો. ૫
દુહાનો અર્થ - જેઓ રૂપાતીત સ્વભાવવાળા એવા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org