________________
નવપદજીની પૂજા
૧૮૭ સુસ્વભાવ ગુણપર્યાય પરિણતિ, સિદ્ધસાધન પર ભણી, મુનિરાજ માનસહસ સમવડ, નમો સિદ્ધ મહાગુણી. ૨
પૂજા ઢાળ-શ્રીપાળના રાસની દેશી. સમયપએ સંતર અણફરસી, ચરમ વિભાગ વિશેષ; અવગાહન લહી જે શિવ પોહોતા, સિદ્ધ નમો તે અશેષ રે.
ભવિકા ! સિ. ૧. પૂર્વપ્રયોગ ને ગતિપરિણામે, બંધન છેદ અસંગ, સમય એક ઉરધગતિ જેહની, તે સિદ્ધ પ્રણમો રંગ રે,
ભવિકા ! સિ. ૨.
જેઓ સ્વાભાવિક આત્મિક સંપત્તિના સ્વામી છે, જેઓએ પોતાની શક્તિ પ્રગટ કરી છે, પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવપૂર્વક અનંત ગુણો પ્રાપ્ત કરેલા છે, તથા મુનિરાજોના મનરૂપ માનસરોવરમાં જે રાજહંસ સમાન છે એવા સંપૂર્ણ ગુણવાન સિદ્ધ ભગવાનને પોતાનો શુદ્ધ સ્વભાવ, ગુણો અને પર્યાયની પરિણતિનું સાધન ઉત્તમ રીતે સિદ્ધ કરવા માટે નમસ્કાર કરો. ૨
પૂજાની ઢાળનો અર્થ - એક સમયમાં (શ્રેણી સિવાયના અન્ય) પ્રદેશને સ્પર્શ કર્યા વગર, ત્રણ (ત્રીજો) ભાગ ઓછી એવી છેલ્લા શરીરમાં રહેલા આત્મપ્રદેશોની અવગાહના વડે જેઓ મોલે ગયા છે. તે સમસ્ત સિદ્ધના જીવોને નમસ્કાર હો ! ૧.
પૂર્વપ્રયોગથી, ગતિસ્વભાવથી, બંધનનો છેદ થવાથી અને સંગ રહિત થવાથી એક સમય માત્રમાં જેમની ઉંચે ગતિ થયેલી છે, તે સિદ્ધોને આનંદપૂર્વક પ્રણામ કરો. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org