________________
૭૪
શ્રી પૂજા સંગ્રહ સાથે દશ દિન ઓચ્છવ મંડાવે, બારમે દિન નાત જમાવે; નામ થાપે પાર્શ્વકુમાર, શુભ વીરવિજય જયકાર. પ્રભુ૧૩.
કાવ્ય તથા મંત્ર ભોગી પદાલોકનતોપિ યોગી, બભૂવ પાતાલપદે નિયોગી; કલ્યાણકારી દુરિતાપહારી, દશાવતારી વરદઃ સ પાર્જ. ૧.
ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલં યજામહે સ્વાહા.
જન્મકલ્યાણકે પાંચમી ચંદનપૂજા
દુહા
અમૃતપાને ઉછર્યા, રમતા પાર્શ્વકુમાર;
અહિ લંછન નવ કર તનુ, વરતે અતિશય ચાર. ૧. - દશ દિવસ સુધી અનેક પ્રકારે ઉત્સવો કરવામાં આવ્યા. બારમા દિવસે જ્ઞાતિવર્ગને જમાડી પ્રભુનું પાર્શ્વકુમાર નામ સ્થાપન કરવામાં આવ્યું. શુભ અને વીર એવા પ્રભુનો સર્વત્ર વિજય અને જયકાર થાય. ૧૩.
* દુહાનો અર્થ-ઇંદ્ર અંગુઠામાં સંચાર કરેલ અમૃતનું પાન કરતાં અને બાલ્યાવસ્થાની રમતો કરતા શ્રી પાર્શ્વકુમાર મોટા થવા લાગ્યા. સર્પના લાંછનવાળા પ્રભુ અનુક્રમે નવ હાથના શરીરવાળા થયા. અને જન્મથી ચાર અતિશય (૧. શ્વાસોચ્છવાસ સુગંધી હોય, ૨. શરીર મળ-પ્રસ્વેદ અને રોગ રહિત હોય, ૩. આહાર ચર્મચક્ષુવાળા ન દેખે તેમ હોય, ૪. રુધિર દુધ જેવું શ્વેત હોય) વર્તતા હતા. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org