________________
શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા
યૌવનવય પ્રભુ પામતા, માતપિતાદિક જેહ; પરણાવ નૃપપુત્રિકા, પ્રભાવતી ગુણગેહ. ૨. ચંદન ઘસી ઘનસારશું,નિજ ઘર ચૈત્યવિશાળ; પૂજોપગરણ મેળવી, પૂજો જગત દયાળ. ૩.
ઢાળ પાંચમી સોના રૂપાકે સોગઠે, સાંયા ખેલત બાજી; ઇદ્રાણી મુખ દેખતે, હરિ હોત હે રાજી. ૧. એક દિન ગંગાકે બિચે, સુર સાથ બહોરા; નારી ચકોરા અપ્સરા, બહોત કરત નિહોરા. ૨.
પ્રભુ યૌવનવય પામ્યા ત્યારે માતા-પિતાએ ગુણોના ઘર સરખી પ્રસેનજિત રાજાની પુત્રી પ્રભાવતી સાથે પ્રભુને પરણાવ્યા. ૨.
જગત્ પર દયા કરનાર પ્રભુની પ્રતિમાની ઘનસાર સહિત ચંદન ઘસીને બીજા પણ પૂજાનાં ઉપકરણો મેળવી પોતાના ગૃહચૈત્યમાં અને વિશાળ એવા નગરના ચૈત્યમાં પૂજા કરો. ૩.
ઢાળનો અર્થ - પોતાની રાણી પ્રભાવતીની સાથે સોનારૂપાના સોગઠાથી પાર્શ્વકુમાર સોગઠાબાજી રમે છે, તે વખતે ઇંદ્રા અને ઇંદ્રાણીઓ પ્રભુના મુખને જોઇને રાજી થાય છે. ૧.
એક દિવસ ગંગા નદીમાં જળક્રીડા કરવા જાય છે, તે વખતે ઘણા દેવ-દેવીઓ, ચકોર નારીઓ અને અપ્સરાઓ પણ સાથે છે, તેઓ પરસ્પર અનેક પ્રકારના નિહોરા-ચેષ્ટાઓ કરે છે. ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org