SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ - ૭૬ શ્રી પૂજા સંગ્રહ સાથે ગંગાકે જળ ઝીલતે, છાંહી બાદલિયાં; ખાવિંદ ખેલ ખેલાયક, સવિ મંદિર વળિયા. ૩. બેઠે મંદિર માળિયે, સારી આલમ દેખે; હાથ પૂજાપા લે ચલે, ખાનપાન વિશેષે. ૪. પૂડ્યા પડુત્તર દેત હે, સુનો મોહન મેરે; તાપસકું વંદન ચલે, ઉઠી લોક સવેરે. ૫. કમઠ યોગી તપ કરે, પંચ અગ્નિકી જવાળા; હાથે લાલક દામણી, ગળે મોહનમાળા. ૬. પાસકુંઅર દેખન ચલે, તપસીપે આયા; ઓહિનાણે દેખકે, પીછે યોગી બુલાયા. ૭. - ગંગાના પાણીમાં સ્નાન કરે છે ત્યારે આકાશમાં શીતળ છાયા છવાઈ છે. એ રીતે ખાવિંદસ્વામીને ખેલ ખેલાવીને સર્વ પોતાના મંદિરમાં-મહેલમાં પાછા ફરે છે. ૩. પોતાના મહેલના માળ ઉપર બેસી પ્રભુ બધી પ્રજાને જુએ છે, પ્રજા પણ પ્રભુને જુવે છે. તેવામાં હાથમાં પૂજાની સામગ્રી અને વિશેષ પ્રકારના ખાન-પાનની વસ્તુઓને લઈને જતા લોકોને જુએ છે. ૪. લોકોને પૂછવાથી લોકો પ્રત્યુત્તર આપે છે, કે અમારા મનને મોહ પમાડનાર એવા હે કુમાર ! સાંભળો, લોકો સવારમાં ઉઠીને તાપસને વંદન કરવા જાય છે. ૫. કમઠ નામે મોટો યોગી તપ કરે છે, પંચાગ્નિની જ્વાળાને સહન કરે છે. આ સાંભળી જેમણે હાથે લાલ રત્નોની દામણી બાંધી છે, અને ગળામાં મોહનમાળા પહેરી છે એવા પાર્શ્વકુમાર તપસીને જોવા માટે તાપસ પાસે આવ્યા, અવધિજ્ઞાન વડે તેની પરિસ્થિતિ જાણી પછી યોગીને બોલાવ્યા. ૬-૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy