SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા સુણ તપસી સુખ લેનકું, જપે ફોગટ માલા; અજ્ઞાનસે અગ્નિ બિચે, યોગકું પરજાળ. ૮. કમઠ કહે સુણ રાજવી !, તુમે અશ્વ ખેલાવો; યોગીકે ઘર હે બડે, મતકો બતલાઓ. ૯. તેરા ગુરુ કોન છે બડા ? જિને યોગ ધરાયા; નહિ ઓલખાયા ધર્મકું, તનુ કષ્ટ બતાયા. ૧૦. હમ ગુરુ ધર્મ પિછાનતે, નહિ કવડી પાસે; ભૂલ ગયે દુનિયા દિશા, રહતે વનવાસે. ૧૧. વનવાસી પશુ પંખિયા, એસે તુમ યોગી; યોગી નહિં પણ ભોગીયા, સંસાર કે સંગી. ૧૨. પાર્શ્વકુમારે તે તાપસને કહ્યું કે-હે તપસી ! સાંભળ. તું સુખ મેળવવા માટે ફોગટ માળા જપે છે. તું અજ્ઞાન વડે યોગને (અધ્યાત્મદશાને) અગ્નિમાં બાળી રહ્યો છે. ૮. કમઠ યોગી કહે છે કે- “હે રાજન્ ! તમે તો ઘોડા ખેલાવી જાણો. યોગીના ઘરે આ રીતે તપ કરવો એ જ વાત મોટી છે. તે તમે સમજી ન શકો. છતાં કાંઈ જાણતા હો તો તમારો અભિપ્રાય બતાવો.૯. પાર્શ્વકુમારે કહ્યું કે-હે યોગી ! તારા ગુરુ કોણ છે ? કે-જેણે તને આ યોગ ધારણ કરાવ્યો ? તેણે તને ધર્મ ઓળખાવ્યો નથી. ફકત શરીરનું કષ્ટ જ બતાવ્યું છે.” ૧૦. કમઠ કહે છે કે “હે કુમાર ! અમારા ગુરુ ધર્મને બરાબર ઓળખે છે, એક કોડી પણ પાસે રાખતા નથી, દુનિયાની દિશા ભૂલી ગયા છે અને વનમાં વાસ કરે છે.” ૧૧. પાર્શ્વકુમાર કહે છે કે વનમાં રહેનારા પશુ-પંખી જેવા તમારા યોગી છે. તે યોગી નથી પણ ભોગી છે, અને સંસારનો સંગ કરનારા છે. ૧૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy