________________
૭૮
શ્રી પૂજા સંગ્રહ સાથે સંસાર બૂરા છોરકે, સુણ હો લઘુરાજા; ! યોગી જંગલ સેવત, લહી ધર્મ અવાજા. ૧૩. દયા ધર્મકો મૂલ હૈ, ક્યા કાન કુંકાયા; ? જીવદયા ન હુ જાનતે, તપ ફોગટ માયા. ૧૪. બાત દયાકી દાખિયે, ભૂલચૂક હમારા; બેર બેર ક્યાં બોલણા ?, ઐસા ડાકડમાલા. ૧૫. સાંઈ હુકમસે સેવકે, બડા કાષ્ટ ચિરાયા; નાગ નીકાલા એકિલા, પરજલતી કાયા. ૧૬. સેવક મુખ નવકારસે, ધરણેન્દ્ર બનાયા; નાગકુમારે દેવતા, બહુ ઋદ્ધિ પાયા. ૧૭.
કમઠ કહે છે કે હે-નાના રાજકુમાર ! તું સાંભળ, સંસારને બૂરો સમજી તેનો ત્યાગ કરી યોગીઓ ધર્મનું જ્ઞાન મેળવી જંગલને સેવે છે.”
પાર્શ્વકુમાર કહે છે કે હે યોગી! “દયા ધર્મનું મૂળ છે' એ જીવદયા તો તમે જાણતા જ નથી, ખાલી ગુરુ પાસે કાન કુંકાવવાથી શું? આ કારણે તમારો તપ નકામો છે અને માયાથી ભરેલો છે. ૧૪.
કમઠ કહે છે કે- “હે કુમાર ! દયાની શું વાત છે. તે કહો, અમારી કાંઈ ભૂલચૂક હોય તો બતાવો. વારંવાર આવું ડાકડમાલવાળું બોલવાથી શું? આ તપ કરવામાં અમે દયા ક્યાં નથી કરી ? ૧૫.
પછી સ્વામી-પાર્શ્વકુમારના હુકમથી બળતું એક મોટું લાકડું સેવકે ચીરી નાંખ્યું, તેમાંથી જેનું શરીર બળી રહ્યું છે એવા એક સર્પને બહાર કાઢ્યો. પાર્શ્વકુમારે તે સર્પને સેવકના મુખે નવકારમંત્ર સંભળાવ્યો. તે મંત્રના શ્રવણથી તે સાપ મરીને નાગકુમાર દેવોનો ઇંદ્ર-ધરણંદ્ર થયો અને ઘણી ઋદ્ધિ પામ્યો. ૧૬-૧૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org