________________
શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા
૭૩ દિવો મંગળ આરતી કીજે, ચંદન કુસુમે કરી પૂજે; ગીત વાજીંત્રના બહુ ઠાઠ, આળેખે મંગળ આઠ. પ્રભુત્વ ૯. ઇત્યાદિક ઓચ્છવ કરતા, જઈ માતા પાસે ધરતા; કુંડળ યુગ વસ્ત્ર ઓશીકે, દડો ગેડી રતનમય મૂકે. પ્રભુ૦ ૧૦. કોડી બત્રીસ રત્ન રૂપૈયા, વરસાવી ઇંદ્ર ઉચ્ચરિયા; જિનમાતાજું જે ધરે ખેદ, તસ મસ્તક થાશે છે. પ્રભુ૦ ૧૧. અંગુઠે અમૃત વાહી, નંદીશ્વર કરે અઠ્ઠાઇ; દેઇ રાજા પુત્ર વધાઇ, ઘર ઘર તોરણ વિરચાઇ. પ્રભુo ૧૨.
તે પછી પ્રભુનું શરીર સુગંધી વસ્ત્ર વડે લુંછી, ચંદન વડે વિલેપન કરી પુષ્પો વડે પૂજે, આરતી અને મંગળદીવો ઉતારે, પ્રભુ સન્મુખ અષ્ટમંગળ આલેખે છે. ૯.
ઇત્યાદિ ઉત્સવ કરી જેવી રીતે પંચરૂપ કરીને પ્રભુને લાવ્યા હતા. તે રીતે માતા પાસે જઈ મૂકે. (અવસ્થાપિની નિદ્રા અને પ્રતિબિંબ હરી લઇ) કુંડળ અને વસ્ત્રયુગલ પ્રભુના ઓશીકા પાસે મૂકે, તેમજ રત્નમય ગેડી-દડો રમવા માટે મૂકે. ૧૦.
બત્રીસ કરોડ રન-રૂપૈયાની વૃષ્ટિ કરી દે કહ્યું કે-માતા સાથે કે પ્રભુ સાથે જે કોઈ ખેદ ધારણ કરશે-વિરોધ કરશે તેના મસ્તકનો છેદ થશે. ૧૧.
પ્રભુના અંગુઠામાં અમૃતનો સંચાર કરી નંદીશ્વરદ્વીપમાં જઈ દેવો અષ્ટાહ્નિકા મહોત્સવ કરે છે. પ્રાત:કાળે અશ્વસેન રાજાને પુત્ર જન્મની વધામણી આપવામાં આવી. ઘરે ઘરે તોરણ બંધાયા. ૧૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org