________________
૭૨
* શ્રી પૂજા સંગ્રહ સાથે બહાં આવ્યા સર્વ આનંદે, જિન-જનનીને હરિ વંદે; પાંચ રૂપે હરિ પ્રભુ હાથ, એક છત્ર ધરે શિર નાથ. પ્રભ૦ ૬. બે બાજુ ચામર ઢાળે, એક આગળ વજ ઉલાળે; જઈ મેરુ ધરી ઉસંગે ઈંદ્ર ચોસઠ મળિયા રંગે. પ્રભુ0 ૭. ખીરોદક ગંગા વાણી, માગધ વરદામના પાણી; જાતિ આઠના કળશ ભરીને, અઢીસે અભિષેક કરીને. પ્રભ૦ ૮. તેમ લાગે છે. તે વખતે કેટલાક દેવો ઉચ્ચ સ્વરે કહે છે કે-ભાઇ ! પર્વના દિવસો તો સાંકડા હોય છે. પ.
દેવલોકમાંથી સર્વ દેવો આનંદપૂર્વક તિચ્છલોકમાં આવે છે. (બીજા દેવો સીધા મેરુપર્વત ઉપર જાય છે) સૌધર્મેન્દ્ર પોતાના અલ્પ પરિવાર સાથે પ્રભુના-માતાના ઘરે આવી (નાના વિદુર્વેલા વિમાન સહિત ઘરની પ્રદક્ષિણા દઇને) માતાને અને પ્રભુને વંદન કરે છે. (પછી માતાને અવસ્થાપિની નિદ્રા આપી અને પ્રભુનું પ્રતિબિંબ માતા પાસે મૂકી) સૌધર્મેન્દ્ર પાંચ રૂપ ધારણ કરે છે. તેમાંના એક રૂપે પ્રભુને હાથમાં ધારણ કરે, એક રૂપે પ્રભુને માથે છત્ર ધારણ કરે, બે રૂપે બે બાજુ રહી ચામર વજે અને એક રૂપે આગળ વજ ઉલાળતાં ચાલે. એ રીતે મેરુપર્વત પર આવી પાંડુકવનમાં આવેલ અતિપાંડુકંબલા શિલા ઉપર રહેલ શાશ્વતા સિંહાસન ઉપર પ્રભુને ખોળામાં લઈ સૌધર્મેન્દ્ર બેસે છે. તે વખતે (બીજા પણ ૬૩ ઇદ્રોનાં સિંહાસનો ચલાયમાન થવાથી તે પોતપોતાના પરિવાર સાથે આવવાથી) ૬૪ ઈદ્રો આનંદ સહિત ભેગા થાય છે. પછી અમ્યુરેંદ્રની આજ્ઞા થવાથી ક્ષીરસમુદ્રના, ગંગા વગેરે નદીઓના, માગધ-વરદામ વગેરે તીર્થોના પાણી વગેરે દેવો લાવે છે. આઠ જાતિના કળશોથી ર૫૦ અભિષેક કરે છે. ૬-૭-૮. *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org