________________
શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા
૭૧ પ્રભુ પાસનું મુખડું જોવા, ભવોભવનાં પાતિક ખોવા; ચાલે સુર નિજ નિજ ટોળે, મુખ મંગલિક માળા બોલે. પ્રભુ૦ ૨. સિંહાસન બેઠા ચલિયા, હરિ બહુ દેવે પરવરિયા; નારી મિત્રના પ્રેર્યા આવે, કેઈક પોતાને ભાવે. પ્રભુo ૩. હુકમે કઈ ભક્તિ ભરેવા, વળી કઈક કૌતુક જોવા; હય કાસર કેસરી નાગ, ફણી ગરુડ ચડ્યા કેઈ છાગ. પ્રભુo ૪. વાહન વૈમાન નિવાસ, સંકીર્ણ થયું આકાશ; કઈ બોલે કરતાં તાડા, સાંકડા ભાઈ પર્વના દહાડા. પ્રભુત્વ ૫.
પાર્શ્વનાથ પ્રભુનું મુખ જોવા અને ભવોભવના પાપનો નાશ કરવા દેવો પોતપોતાના સમુદાય સાથે મુખેથી માંગલિક શબ્દો બોલતા ચાલે છે. ૨.
સૌધર્મેન્દ્ર પાલક નામના વિમાનમાં સિંહાસન ઉપર બેસી ઘણા દેવોના પરિવાર સાથે ચાલ્યા, તે દેવોમાં કેટલાક સ્ત્રીની પ્રેરણાથી આવે છે, કેટલાક મિત્રની પ્રેરણાથી આવે છે. અને કેટલાક પોતાના ભાવથી આવે છે. ૩. - કેટલાક ઇંદ્રના હુકમથી આવે છે, કેટલાક ભક્તિભાવથી આવે છે, કેટલાક દેવો કૌતુક જોવા માટે આવે છે, કેટલાક ઘોડા ઉપર, કેટલાક પાડા ઉપર, કેટલાક સિંહ ઉપર, કેટલાક હાથી ઉપર, કેટલાક સર્પ ઉપર, કેટલાક ગરુડ ઉપર, કેટલાક બોકડા ઉપર - બેસીને આવે છે. ૪.
વાહનો અને વિમાનો વડે આકાશ સાંકડું જાણે થયું હોય ૧. આ વાહનરૂપે થયેલ સેવક દેવો સમજવા. કારણકે દેવલોકમાં હાથી-ઘોડાસિંહ વગેરે તિર્યંચો હોતા નથી. પરંતુ સેવકદેવો ભક્તિથી તેવું તેવું રૂપ કરી સ્વામીને બેસાડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org