________________
શ્રી નવાણુપ્રકારી પૂજા
૧ ૧ ૫
:
સાતમી પૂજા
-
-
-
-
નમિ વિનમિ વિદ્યાધરા, દોય કોડી મુનિરાય; સાથે સિદ્ધિવધૂ વર્યા, શત્રુંજય સુરસાય. ૧
ઢાળ આવ્યા છું આશાભર્યા રે, વાલાજી ! અમે આવ્યા રે આશાભર્યા. નમિપુત્રી ચોસઠ મળીને, ઋષભને પાઉં પર્યા; કરજોડી વિનયે પ્રભુ આગે, એમ વયણાં ઉચ્ચર્યા રે. વા૦ ૧ નમિ વિનમિ જે પુત્ર તમારા, રાજભાગ વિસર્યા; દીનદયાળ દીધો પામી, આજ લગે વિચર્યા રે. વાળ ૨
દુહાનો અર્થ. નમિ અને વિનમિ વિદ્યાધરો બે ક્રોડ મુનિરાજની સાથે શત્રનુંજય તીર્થના ઉત્તમ પ્રભાવથી સિદ્ધિવધૂ વર્યા.મોક્ષપદ પામ્યા. ૧.
ઢાળનો અર્થ- નમિ વિદ્યાધરની ૬૪ પુત્રીઓ શત્રુંજય તીર્થે આવી ઋષભદેવ પ્રભુના ચરણમાં પડીને બે હાથ જોડી વિનયપૂર્વક કહે છે કે- હે વ્હાલા પ્રભુ ! અમે આશાથી ભરપૂર થઈને આપની પાસે આવેલ છીએ. ૧.
હે પ્રભુ! નમિ – વિનમિ જે આપના પાલકપુત્ર હતા, જેને રાજભાગ આપવાનું આપ વિસરી ગયા હતા, તે દીનદયાળ એવા આપે દીધેલ (આપના સેવક ધરણે આપેલ) રાજ્યને પામી આજ સુધી તેમાં વિચર્યા-ફર્યા. ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org