________________
૧૧૬
શ્રી પૂજા સંગ્રહ સાથે બાહ્ય રાજ્ય ઉભગી પ્રભુ પાસે આવે કાજ સર્યા; અમે પણ તાતજી ! કારજ સાધુ, સાંનિધ્ય આપ કર્યા રે. વાળ ૩ એમ વદતી પાગે ચડતી, અનશન ધ્યાન ધર્યા; કેવળ પામી કર્મને વામી, જ્યોત સે જ્યોતિ મિલ્યા રે. વા૦ ૪ એક અવગાહને સિદ્ધ અનંતા, દુગ ઉપયોગ વર્યા; ફરસિત દેશ પ્રદેશ અસંખિત, ગુણાકાર કર્યા રે. વા૦ ૫ અકર્મક મહાતીરથ હેમગિરિ, અનંત શક્તિભર્યા; પુરુષોત્તમ ને પર્વતરાજા, જ્યોતિસરૂ૫ વર્યા રે. વાવ ૬
પછી બાહ્ય રાજ્યથી વિરાગ પામી આપની પાસે આવ્યા અને તેઓનું કાર્ય સર્યું-મોક્ષપદ પામ્યા. હે પિતાજી! અમે પણ આપના સાંનિધ્યથી અમારા કાર્યને સાધશું. ૩.
આમ બોલતી શત્રુંજયની પાળે ચડતી તે પુત્રીઓએ અનશન કર્યું અને પ્રભુના ધ્યાનમાં લીન થઈ કેવળજ્ઞાન પામી આઠકર્મને દૂર કરી જ્યોતિમાં જ્યોતિરૂપી મળી ગઇ-મોક્ષપદ પામી. ૪.
સિદ્ધમાં જ્યાં એક અવગાહનાવાળા સિદ્ધ છે, ત્યાં તેટલી જ અવગાહનાવાળા બીજા અનંત સિદ્ધ છે, જે બે ઉપયોગ (કેવળજ્ઞાનકેવળદર્શન)ને વરેલા છે. અને તેના એકેક દેશ-પ્રદેશને સ્પર્શીને રહેલા એવા અસંખ્યાતગુણા અનંતા સિદ્ધ છે. પ.
હવે આ તીર્થનાં સાતમાં નવ નામો કહે છે, ૫૫. અકર્મક, પ૬, મહાતીર્થ, પ૭. હેમગિરિ, ૫૮. અનંતશક્તિ, પ. પુરુષોત્તમ, ૬૦. પર્વતરાજા, ૬૧. જ્યોતિ સ્વરૂપ, ૬૨. વિલાસભદ્ર અને ૬૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org