SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ શ્રી પૂજા સંગ્રહ સાથે યા રીત ભક્તિ મગનસે સુર સેવા કરે, સુર સાંનિધ્ય નરદર્શન ભવ ત્રીજે તરે; હાંહાં રે, પશ્ચિમ દિશિ સોવન ગુફામૅ હાલતે, તેણે કંચનગિરિ નામ કે દુનિયા બોલતે. હાંહાં રે) ૪ આનંદઘર પુ કંદ જયાનંદ જાણીએ, પાતાળમૂળ વિભાસ વિશાળ વખાણીએ. હાંહાં રે૦ જગતારણ અકલંક એ તીરથ માનીએ, શ્રી શુભવીર વિવેકે પ્રભુકું પિછાનીએ. હાંહાં રે) ૫ કાવ્ય તથા મંત્ર ગિરિવર વિમલાચલનામક, ઋષભમુખ્ય જિનાંધ્રિપવિત્રિત; હદિ નિવેશ્ય જલૈર્જિનપૂજન, | વિમલમાપ્યકરોમિ નિજાત્મક. 3ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા. આ રીતે ભક્તિમાં મગ્ન બની દેવી સેવા કરે છે, દેવતાના સાંનિધ્યથી જે મનુષ્ય આ રત્નમય પ્રતિમાનાં દર્શન કરે છે, તે ત્રીજે ભવે તરી જાય છે. એ મૂર્તિ પશ્ચિમદિશામાં સુવર્ણગુફામાં બિરાજે છે, તેથી આ તીર્થનું ૪૬મું નામ કંચનગિરિ દુનિયા બોલે છે. ૪. ૪૭. આનંદઘર, ૪૮. પુન્યકંદ, ૪૯. જયાનંદ, ૫૦. પાતાળમૂળ, ૫૧. વિશાળ, પર. વિભાસ, પ૩. જગતારણ અને પ૪. અકલંક. આ નામો અર્થ નિષ્પન્ન છે. શ્રી શુભવિજયજીના શિષ્ય વીરવિજયજી મહારાજ કહે છે કે- વિવેકપૂર્વક પ્રભુને ઓળખીએ. ૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy