________________
શ્રી નવાણુપ્રકારી પૂજા
૧૧૩ ભરતે ભરાઈ સોય પ્રમાના લે કરી, કંચનગિરિએ બેઠાઇ દેખત દુનિયા ઠરી; હાંહાંરે દેખત દુનિયા ઠરી, પ્યારે લાલ દેખત૦સખરેમેં૦ ૧ સાતમોદ્ધારમેં ચક્રી સગર સુર ચિંતવી; દુષમકાળ વિચાર ગુફામેં જા ઠવી. હાંહાં રે પ્યારે૦ દેવ દેવી હરરોજ પૂજનકું આવતે; પૂજાકો ઠાઠ બનાય સાયું ગુણ ગાવતે. હાંહાં રે) ૨ અપછરા શું ઘટ ખોલકે આગે નાચતે, ગીત ગાન ઓર તાન ખડા હરિ દેખતે; હાંહાં રે૦ જિનગુણ અમૃતપાનસે સફળ ભઈ ઘડી,
ઠમઠમ ઠમકે પાઉં બલૈયાં લે ખડી. હાંહાં ૨૦ ૩ ભરાવેલી છે, તે ભગવંતના શરીર પ્રમાણ ભરાવેલી છે, અને તે મૂર્તિ કંચનગિરિ ઉપર બેસાડી છે જેને દેખીને દુનિયાના જીવો ઠરી જાય છે-શાંતિ પામે છે. ૧.
એ તીર્થ પર સાતમો ઉદ્ધાર સગર ચક્રવર્તિએ કર્યો. તે વખતે દેવોએ ભવિષ્યના દુષમકાળનો વિચાર કરી તે રત્નમયી પ્રતિમાને એક ગુફામાં સ્થાપન કરી છે, ત્યાં અનેક દેવ-દેવીઓ હંમેશાં પૂજન માટે આવે છે, પૂજાનો ઠાઠ બનાવી સ્વામીના ગુણો ગાય છે. ૨. - તે વખતે અપ્સરાઓ ઘુંઘટ ખોલીને પ્રભુની આગળ નાચે છે તે ગીત અને ગાન-તાન ઇદ્રો ત્યાં ઊભા રહી જાએ છે. શ્રી જિનેશ્વરના ગુણગાનરૂપી અમૃતના પાનથી તેમનો સમય સફળ થાય છે. દેવાંગનાઓના પગમાં ઘુઘરા ઠમ ઠમ ઠમકે છે, અને નૃત્ય કરતી ઊભી રહી પ્રભુના બલૈયાં એટલે ઓવારણાં લે છે. ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org