________________
સ્નાત્ર પૂજા સાથે
ત્રોટક છંદ વધાવી બોલે છે રત્નકુક્ષી ધારિણી તુજ સુતતણો, હું શક સોહમ નામે કરશું, જન્મમહોત્સવ અતિઘણો; એમ કહી જિનપ્રતિબિંબ થાપી, પંચરૂપે પ્રભુ ગ્રહી, દેવદેવી નાચે હર્ષ સાથે, સુરગિરિ આવ્યા વહી. ૧.
ઢાલ મેરુ ઉપરજી પાંડુકવનમેં ચિહું દિશે, શિલા ઉપર સિંહાસન મન ઉલ્લ; તિહાં બેસીજી શકે જિન ખોળે ધર્યા, હરિ ત્રેસઠજી બીજા તિહાં આવી મળ્યા. ૧.
વધાવીને કહે છે કે- કુક્ષિને વિષે રત્નને ધારણ કરનાર છે માતા ! હું સૌધર્મ નામે ઇદ્ર છું. તમારા પુત્રનો અત્યંત મોટો જન્મમહોત્સવ અમે કરશું. એ પ્રમાણે કહી જિનેશ્વરનું પ્રતિબિંબ (બીજું રૂ૫) માતાની પાસે સ્થાપન કરી સૌધર્મ ઈન્દ્ર પોતાના પાંચ રૂપ કરી પરમાત્માને લઈ દેવ-દેવીઓના નૃત્ય સાથે હર્ષપૂર્વક મેરુપર્વત પર આવ્યા. ૧.
મેરુપર્વત પર પાંડુકવનમાં ચારે દિશાએ શિલાઓ છે તેમાં જે દિશા સન્મુખ પ્રભુનો જન્મ થાય તે દિશામાં આવેલ શિલા ઉપર રહેલ સિંહાસન ઉપર બેસી ઈન્દ્ર મનના ઉલ્લાસથી પ્રભુને ખોળામાં ધારણ કરે છે તે વખતે બીજા ત્રેસઠ ઇદ્રો પણ ત્યાં આવી પહોંચે છે. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org