________________
શ્રી પૂજા સંગ્રહ સાથે
ત્રાટક
મળ્યા ચોસઠ સુરપતિ તિહાં, કરે કળશ અડ જાતિના, માગધાદિ જળતીર્થ ઔષધિ, ધૂપ વળી બહુ ભાતિના; અશ્રુતપતિએ હુકમ કીનો, સાંભળો દેવા સવે, ખીરજલધિ ગંગાનીર લાવો, ઝટિતિ જિન જન્મ મહોત્સવે. ૧.
ઢાળ
સુર સાંભળીને સંચરીયા, માગધ વરદામે ચલીયા; પદ્મદ્રહ ગંગા આવે, નિર્મલ જળકળશા ભરાવે. ૧. તીરથજળ ઔષધિ લેતા, વળી ખીરસમુદ્ર જાતા; જળકળશા બહુલ ભરાવે, ફૂલ ચંગેરી થાળા લાવે. ૨. સિંહાસન ચામર ધારી, ધૂપધાણાં કેબી સારી; સિદ્ધાંતે ભાખ્યા જેહ, ઉપકરણ મિલાવે તેહ. ૩.
ત્યાં આગળ ચોસઠ ઇદ્રો ભેગા થયા. આઠ જાતિના કળશો કરાવી માગધ આદિ તીર્થોનાં સુગંધી ઔષધિથી મિશ્રિત પાણી ભરાવ્યાં. ઘણી જાતના ધૂપ ઉવેખ્યા. ત્યારપછી અશ્રુત નામના ઇન્દ્ર હુકમ કર્યો કે- “સર્વદેવો ! સાંભળો. જિનેશ્વરના જન્મ મહોત્સવ માટે જલદીથી ક્ષીરસમુદ્ર અને ગંગા નદી વગેરેનાં પાણી લાવો. ૧.
ઢાળનો અર્થ - અશ્રુતંદ્રનો હુકમ સાંભળી તુરત જ દેવો ચાલ્યા. માગધ, વરદામ, પદ્મદ્રહ અને ગંગાનદીએ આવી નિર્મળજળથી કળશો ભરે છે. એવી રીતે તીર્થોનાં પાણી અને ઔષધિઓ લેતા લેતા ક્ષીરસમુદ્ર જઈ ત્યાં ઘણા પાણીના કળશો ભરે છે. તેમજ પુષ્પગંગેરી, થાળ, સિંહાસન, ચામર, ધૂપધાણા અને રકાબી વગેરે સિદ્ધાંતમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org