________________
૩૧
સ્નાત્ર પૂજા સાથે તે દેવા સુરગિરિ આવે, પ્રભુ દેખી આનંદ પાવે; કળશાદિક સહુ તિહાં ઠાવે, ભક્ત પ્રભુના ગુણ ગાવે. ૪
ઢાળ આતમભક્તિ મળ્યા કેઈ દેવા, કેતા મિત્તનુજાઈ, નારીપ્રેર્યા વળી નિજ કુલવટ, ધમ ધર્મસખાઈ; જોઈસ વ્યંતર ભવનપતિના, વૈમાનિક સુર આવે, અશ્રુતપતિ હુકમે ધરી કળશા, અરિહાને નવરાવે. ૧. અડજાતિ કળશા પ્રત્યેકે, આઠ આઠ સહસ પ્રમાણો, ચઉસઠ સહસ હુઆ અભિષેકે, અઢીસે ગુણા કરી જાણો; સાઠ લાખ ઉપર એક કોડી, કળશાનો અધિકાર, બાસઠ ઈન્દ્ર તણા તિહાં બાસઠ, લોકપાલના ચાર. ૨
કહેલ સુંદર ઉપકરણો એકત્ર કરી મેરુપર્વત પર આવે છે અને પ્રભુના દર્શન કરી આનંદ પામે છે. પોતાની સાથે લાવેલ કળશ વગેરે ત્યાં સ્થાપન કરી ભક્તિપૂર્વક પ્રભુના ગુણગાન કરે છે. ૧. થી ૪
ઢાળનો અર્થ - કેટલાક દેવો પોતાની ભક્તિથી, કેટલાક મિત્રોને અનુસરી, કેટલાક સ્ત્રીની પ્રેરણાથી, કેટલાક પોતાનો કુલધર્મ વિચારી, કેટલાક ધર્માદ વો ધર્મની મિત્રતાથી જિનેશ્વરના સ્નાત્ર મહોત્સવમાં આવે છે. જિનેશ્વરના જન્મમહોત્સવમાં જ્યોતિષી દેવો, વ્યંતરદેવો, ભવનપતિદેવો અને વૈમાનિકદેવો આવે છે અને અય્યતંદ્રના હુકમથી જળથી ભરેલા કલશો લઈ અરિહંત પરમાત્માને નવરાવે છે. ૧.
તે કળશો સોનાના, રૂપાના, માણેકના, એમ આઠ પ્રકારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org