________________
४४
શ્રી પૂજા સંગ્રહ સાથે બૃહશાંતિ સ્મરણ ભો ભો ભવ્યા! શુંણુત વચનં પ્રસ્તુત સમેત યે યાત્રામાં ત્રિભુવનગુરોરાઈતા ભક્તિભાજ, તેષાં શાંતિર્ભવતુ ભવતામહેંદાદિપ્રભાવાદારોગ્યશ્રીધૃતિમતિકરી લેશવિધ્વંસહેતુ. ૧. ભો! ભો! ભવ્યલોકા ! ઇહ હિ ભરતૈરાવતવિદેહસંભવાનાં સમસ્તતીર્થકતાં જન્મ-ન્યાસનપ્રકંપાનેતરમવધિના વિજ્ઞાય સૌધર્માધિપતિઃ સુઘોષાઘંટાચાલનાઅંતર સકલસુરાસુરે સૈઃ સહ સમાગત્ય સવિનયમઈદ્ભટ્ટારકે ગૃહત્યા ગવા કનકાદ્રિશંગે વિહિતજન્માભિષેકઃ શાંતિમુઘોષયતિ યથા તતોડતું કૃતાનુકારમિતિ કૃત્વા “મહાજનો યેન ગતઃ સ પંથા” ઈતિ
બૃહચ્છાન્તિનો અર્થ - હે ભવ્યજનો ! તમે આ સર્વ મારું પ્રાસંગિક વચન સાંભળો. જે શ્રાવકો જિનેશ્વરની (રથ) યાત્રામાં ભક્તિવંત છે, તે આપ શ્રીમાનોને અહં વગેરેના પ્રભાવથી આરોગ્ય, લક્ષ્મી, ચિત્તની સ્વસ્થતા અને બુદ્ધિને આપનારી તથા સર્વ કલેશ-પીડાનો નાશ કરવામાં કારણભૂત એવી શાંતિ પ્રાપ્ત થાઓ. ૧.
હે ભવ્યજનો ! આ જ અઢીદ્વીપમાં ભરત, ઐરાવત અને મહાવિદેહક્ષેત્રમાં જન્મેલા સર્વ તીર્થકરોના જન્મસમયે પોતાનું આસન કંપતાં સૌધર્મેન્દ્ર અવધિજ્ઞાનથી તીર્થંકરનો જન્મ થયેલો જાણીને, સુઘોષા ઘંટ વગડાવીને બધા સુરેન્દ્રો અને અસુરેન્દ્રો સાથે આવીને વિનયપૂર્વક શ્રી અરિહંત ભગંવતને હાથમાં ગ્રહણ કરીને મેરુપર્વતના શિખર પર લઈ જઈને જન્માભિષેક કર્યા પછી જેમ શાંતિની ઉદ્ઘોષણા કરે છે, તેમ હું પણ કરેલાનું અનુકરણ કરવું એમ માનીને ‘મહાજન જે માર્ગે જાયતે માર્ગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org