________________
સ્નાત્ર પૂજા સાથે
૪૫
ભવ્યજનૈઃ સહ સમેત્ય સ્નાત્રપીઠે સ્નાત્રં વિધાય શાંતિમુદ્દોષયામિ, તપૂજા-યાત્રા-સ્નાત્રાદિમહોત્સવાનંતરમિતિ કૃત્વા કર્યાં દત્વા નિશમ્યતાં નિશમ્યતાં સ્વાહા.
ૐ પુણ્યારું પુણ્યાહં પ્રીયંતાં પ્રીયંતાં ભગવન્તોર્હન્તઃ સર્વજ્ઞાઃ સર્વદર્શિન-ત્રિલોકનાથા-ત્રિલોકમહિતા-ત્રિલોકપૂજ્યા
ત્રિલોકેશ્વરા-ત્રિલોકોદ્યોતકરાઃ.
ૐ ૠષભ-અજિત-સંભવ-અભિનંદન-સુમતિ-પદ્મપ્રભસુપાર્શ્વ-ચંદ્રપ્રભ-સુવિધિ-શીતલ-શ્રેયાંસ-વાસુપૂજ્ય-વિમલ-અનંતધર્મ-શાંતિ-કુંથુ-અર-મલ્લિ-મુનિસુવ્રત-નમિ-નેમિ-પાર્શ્વ-વર્ધમાનાંતા જિનાઃ શાંતાઃ શાંતિકરા ભવંતુ સ્વાહા.
એમ જાણીને ભવ્યજનો સાથે આવીને સ્નાત્રપીઠે સ્નાત્ર કરીને શાંતિની ઉદ્ઘોષણા કરું છું. તો તમે બધા પૂજા-મહોત્સવ, સ્નાત્રમહોત્સવ વગેરેની પૂર્ણતા કરીને કાન દઇને સાંભળો ! સાંભળો ! સ્વાહા.
* આજનો દિવસ પવિત્ર છે. આ અવસર માંગલિક છે. સર્વજ્ઞ, સર્વદર્શી, ત્રિલોકના નાથ, ત્રિલોકથી પૂજિત, ત્રિલોકના પૂજ્ય, ત્રિલોકના ઇશ્વર, ત્રિલોકમાં ઉદ્યોત કરનારા અરિહંત ભગવંત પ્રસન્ન થાઓ.
ૐ ૠષભદેવ, અજિતનાથ, સંભવનાથ, અભિનંદનસ્વામી, સુમતિનાથ, પદ્મપ્રભ, સુપાર્શ્વનાથ, ચન્દ્રપ્રભ, સુવિધિનાથ, શીતલનાથ શ્રેયાંસનાથ, વાસુપૂજ્ય સ્વામી, વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રતસ્વામી, નમિનાથ, નેમિનાથ પાર્શ્વનાથ અને વર્ધમાનસ્વામી જેમાં છેલ્લા છે એવા ચોવીસે શાન્ત-કષાયાદિથી ઉપશાંત થયેલા જિનો અમને શાંતિ કરનારા થાઓ. સ્વાહા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org