________________
૪૩
સ્નાત્ર પૂજા સાથે
દીપાળ ભણે એણે કુલ અજવાળી; ભાવે ભગતે વિઘન નિવારી. દી૦ ૩. દીપાળ ભણે એણે એ કળિકાલે; આરતી ઉતારી રાજા કુમારપાળે. દીવ ૪. અમ ઘેર મંગલિક તુમ ઘેર મંગલિક; મંગલિક ચતુર્વિધ સંઘને હોજો. દી) ૫.
- શ્રી શાંતિકળશ પછી એક કૂડી લઈને તેમાં કંકુનો સાથીયો કરી, રૂપાનાણું મૂકવું. પછી શાંતિકળશ કરનારને કપાળે કંકુનો ચાંલ્લો કરી અક્ષત ચોડી તેના ગળામાં પુષ્પનો હાર પહેરાવવો. પછી શાંતિકળશ કરનારે પ્રભુને અક્ષતથી વધાવવા.
પછી શાંતિકળશ કરનારના હાથમાં કંકુનો સાથીયો કરી, ઉપર કળશ મૂકવો. શાંતિકળશ કરનારે નવકાર તથા ઉવસગ્ગહર બોલી કળશની ધાર કરવી. અને બૃહશાંતિ બોલવી..
નમોહત્-સિદ્ધાચાર્યોપાધ્યાય-સર્વસાધુભ્ય:.
દિપાલ નામના કવિ (અથવા દીપકની શ્રેણી) કહે છે કેભાવપૂર્વક કરેલી ભક્તિ કુલને અજવાળે છે અને બધાં વિઘ્નો દૂર કરે છે. ૩.
કર્તા દિપાલ કવિ કહે છે કે – આ કલિકાલમાં કુમારપાળ રાજાએ ભગવાનની આરતી ધણા ભાવપૂર્વક ઉતારી છે. ૪.
- અમારા ઘરે, તમારા ઘરે અને ચતુર્વિધ સંઘમાં મધ થજો. ૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org