________________
૨૦૮
શ્રી પૂજા સંગ્રહ સાથે
ઉલાળો ' જે મુખ્ય પરિણતિ સકલ જ્ઞાયક, બોધ ભાવ વિલચ્છના, મતિ આદિ પંચ પ્રકાર નિર્મળ, સિદ્ધિસાધન લચ્છના; સ્યાદ્વાદસંગી તત્તરંગી, પ્રથમ બે દાભેદતા, સવિકલ્પ ને અવિકલ્પ વસ્તુ, સકલ સંશય છેદતા. ૨
- પૂજા ઢાળ (શ્રીપાળના રાસની દેશી) ભક્ષ્યાભર્યા ન જે વિણ લહીએ, પેય અપેય વિચાર; કૃત્ય અકૃત્ય ન જે વિણ લહીએ, જ્ઞાન તે સકલ આધાર રે.
ભવિકા ! સિ. ૧. પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા, શ્રી સિદ્ધાંતે ભાખ્યું; જ્ઞાનને વંદો જ્ઞાન - નિંદો, જ્ઞાનીએ શિવસુખ ચાખ્યું રે.
ભવિકા ! સિ૦ ૨.
જે જ્ઞાનનું મુખ્ય પરિણામ સમસ્ત વસ્તુને જણાવનારૂં છે, જાણપણારૂપ ભાવ જેનું વિશિષ્ટ લક્ષણ છે, નિર્મળ મતિજ્ઞાન આદિ જેના પાંચ પ્રકાર છે, મુક્તિના સાધનરૂપ જેનું લક્ષણ છે, સ્યાદ્વાદ'નું પ્રતિપાદન કરનાર છે, “તત્ત્વથી રંગાયેલું છે, પ્રથમ ભેદ અને પછી અભેદ સૂચવનારૂં છે, વિકલ્પ સહિત અને વિકલ્પ રહિત પદાર્થોને જણાવનારૂં છે અને સર્વ શંકાનો છેદ કરવા સમર્થ છે. ૨
પૂજાની ઢાળનો અર્થ-જેના સિવાય ખાવા લાયક અને નહિ ખાવા લાયક, પીવા લાયક અને નહિ પીવા લાયક, તેમજ કરવા લાયક અને નહિ કરવા લાયક (પદાર્થોનો) વિવેક પ્રાપ્ત થઈ શકતો નથી તે જ્ઞાન સમસ્ત જનોને આધારભૂત છે. ૧.
શ્રી (જિનેશ્વર પ્રભુના) સિદ્ધાંતમાં પ્રથમ જ્ઞાન અને પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org