SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ નવપદજીની પૂજા - ૨૦૯ સકલ ક્રિયાનું મૂળ જે શ્રદ્ધા, તેમનું મૂળ જે કહીએ; તેહ જ્ઞાન નિતનિત વંદીએ, તે વિણ કહો કેમ રહીએ રે. ભવિકા ! સિ. ૩. પંચ જ્ઞાનમાંહિ જેહ સદાગમ, સ્વપર પ્રકાશક જેહ; દિપક પરે ત્રિભુવન ઉપકારી, વળી જેમ રવિ શશિ મેહ રે. ભવિકા ! સિ. ૪. લોક ઊર્ધ્વ અધો તિર્યમ્ જ્યોતિષ, વૈમાનિક ને સિદ્ધ; લોકાલોક પ્રગટ સવિ જેહથી, તેહ જ્ઞાને મુજ શુદ્ધિ રે. ભવિકા ! સિદ્ધ૦ ૫. અહિંસાનો ક્રમ નિવેદન કરેલો છે, તેથી જ્ઞાનને નમસ્કાર કરો, જ્ઞાનની અવગણના ન કરો; કારણકે જ્ઞાનીજનો જ મોક્ષસુખને અનુભવી શક્યા છે. ૨. | સર્વક્રિયાનું મૂળ “શ્રદ્ધા છે, તેનું મૂળ જે કહેવાય છે તે જ્ઞાન છે, તેને હંમેશા વંદન કરો. કહો તે વગર કેમ રહી શકાય ? ૩. પાંચ જ્ઞાનમાં જે સદાગમ (શ્રુતજ્ઞાન) છે તે પોતાને અને પરને પ્રકાશ કરનાર છે, દીવાની માફક ત્રણે ભુવનોને ઉપકારક છે, વળી સૂર્ય-ચંદ્ર અને વરસાદની માફક પણ ઉપકારી છે. ૪. ઉર્ધ્વલોક, અધોલોક, તિર્યગૂલોક, જ્યોતિષ, વૈમાનિક અને સિદ્ધ વગેરે લોક અને અલોક જેથી જાણી શકાય છે તે જ્ઞાનવડે જ મારી શુદ્ધિ થવાની છે. પ. ૧૪: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy