________________
-
--
-
-
-
----
--
--
નવપદજીની પૂજા
જેણે જાણીએ વસ્તુ પદ્રવ્યભાવા,
ન હોવે વિતત્થા નિજેચ્છા સ્વભાવા. ૧. હોયે પંચ મત્યાદિ સુજ્ઞાન ભેદ,
ગુરૂપસ્તિથી યોગ્યતા તેહ વેદે; વળી જોય હેય ઉપાદેય રૂપે,
લહે ચિત્તમાં જેમ ધ્રાંત પ્રદીપે. ૨
ઢાળ-(ઉલાળાની દેશી) ભવ્ય નમો ગુણ જ્ઞાનને, સ્વપર પ્રકાશક ભાવેજી;
પરજાય ધર્મ અનંતતા, ભેદભેદ સ્વભાવેજી. ૧. સમાન જ્ઞાનને વારંવાર નમસ્કાર હો !
વૃત્તાર્થ-જેમ જેમ અનેક પ્રકારના બોધ વડે (અજ્ઞાનરૂપ) આવરણ દૂર થાય છે તેમ તેમ શુદ્ધ પ્રબોધરૂપ જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે છ દ્રવ્યરૂપ પદાર્થોના ભાવો જણાય છે અને અસત્ય તથા સ્વચ્છેદાદિ સ્વભાવો પ્રાપ્ત થતા નથી. ૧. '
(તે જ્ઞાન) મતિ આદિ સજ્ઞાનના ભેદોથી પાંચ પ્રકારનું છે, ગુરુજનની સેવાથી તેની યોગ્યતા પ્રાપ્ત કરી શકાય છે. વળી દીવાથી જેમ અંધકાર દૂર થાય છે તેમ જ્ઞાન વડે અજ્ઞાનનો નાશ થવાથી જોય, હેય અને ઉપાદેયરૂપે સર્વ પદાર્થને ચિત્તમાં જાણી શકાય છે. ૨
ઉલાળાની ઢાળનો અર્થ - હે ભવ્ય પ્રાણીઓ! જ્ઞાનરૂપ ગુણને નમસ્કાર કરો ! તેનો સ્વભાવ પોતાને અને પરને પ્રકાશ કરવાનો છે, તેના પર્યાય ધર્મોનું અનંતપણું છે અને જે ભેદ તેમજ અભેદ સ્વભાવવાળો છે. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org