________________
૨૨૦
- શ્રી પૂજા સંગ્રહ સાથે સર્વ મંગળમાં પહેલું મંગળ, વરણવીયું જે ગ્રંથે; તે તપપદ ત્રિહું કાળ નમીજે, વર સહાય શિવ પંથે રે.
ભવિકા ! સિ0 ૫. એમ નવપદ ઘુણતો તિહાં લીનો, હુઓ તન્મય શ્રીપાલ; સુજસ વિલાસે ચોથે ખંડે, એહ અગ્યારમી ઢાળ રે.
ભવિકા ! સિ૦ ૬.
(બીજી ઢાળ) ઇચ્છારોધે સંવરી, પરિણતિ સમતા યોગે રે; તપ તે એહિ જ આતમા, વર્તે નિજગુણ ભોગે રે. વિ૦ ૧. 'આગમ નોઆગમતણી, ભાવ તે જાણો સાચો રે; આતમ ભાવે થિર હોજો, પરભાવે મત રાચો રે... વી. ૨.
સર્વ મંગળોમાં પ્રથમ મંગળરૂપે જેનું વર્ણન ગ્રંથોમાં કરેલું છે, તે મોક્ષમાર્ગમાં ઉત્તમ સહાયકરૂપ તપને ત્રણે કાળ નમસ્કાર કરો. ૫
એ પ્રકારે નવપદની સ્તવના કરતાં શ્રીપાળ રાજા તન્મય થઈ તેમાં લીન થઈ ગયા, સુંદર યશના વિલાસવાળા ચોથા ખંડની આ અગિયારમી ઢાળ (પૂર્ણ) થઈ. ૬
બીજી ઢાળનો અર્થ ઇચ્છાઓના નિરોધરૂપ સંવર કરી મને, વચન, કાયાના યોગોની એકાગ્રતાથી સમતામાં પરિણમન કરી, સ્વગુણોના અનુભવમાં આ આત્મા રમણ કરે તે જ તપ છે. ૧.
આગમ અને નોઆગમોના રહસ્યને બરાબર સમજો;
૧. અરિહંતના ધ્યાનમાં ઉપયોગવાળો ધ્યાતા આગમથી ભાવ નિક્ષેપે અરિહંત કહેવાય અને શ્રી તીર્થંકર પરમાત્મા નોઆગમથી ભાવનિક્ષેપે અરિહંત કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org