SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ નવપદજીની પૂજા ૨૨૧ અષ્ટક સકલ સમૃદ્ધિની, ઘટમાંહે ઋદ્ધિ દાખી રે; તેમ નવપદ ઋદ્ધિ જાણજો, આતમરામ છે સાખી ૨૦ વી. ૩. યોગ અસંખ્ય છે જિન કહ્યા, નવપદ મુખ્ય તે જાણો રે; એહતણે અવલંબને, આતમ ધ્યાન પ્રમાણો રે૦ વી. ૪. ઢાળ બારમી એહવી, ચોથે ખંડે પૂરી રે; વાણી વાચક જસતણી, કોઈ નયે ન અધૂરી રે વી. ૫. શ્રી તપઃપદ કાવ્ય બક્કે તહાભિંતરભેયભેર્ય, સાયદુમ્ભયકુકમ્મર્ભયં; દુખખયત્વે કયપાવનારું, તવં તનેહાગમિઅં નિરાસં. ૯. આત્માના સ્વરૂપમાં સ્થિર રહો અને પૌગલિક ભાવોમાં આસક્ત ન થાઓ. ૨ - જ્ઞાનસારમાં આવેલા સર્વસમૃદ્ધયષ્ટકમાં આત્મામાં સમસ્ત પ્રકારની સિદ્ધિઓની સંપત્તિ રહેલી છે, એમ કહ્યું છે. તે પ્રમાણે નવપદની સંપત્તિ પણ આત્મામાં જ રહેલી છે, તેનો સાક્ષી આત્મા (સ્વયમેવ) છે. ૩ મુક્તિને પ્રાપ્ત કરવાના અસંખ્ય યોગો જિનેશ્વરે કહેલા છે તેમાં નવપદ મુખ્ય છે તેમ સમજો, તેના આલંબનથી આત્માના ધ્યાનની પૂર્ણતા થાય છે તેમ જાણો. ૪ ચોથા ખંડની આ બારમી ઢાળ પૂર્ણ થઈ, વિસ્તૃત છે યશ જેનો એવા અરિહંત પરમાત્માની (અને યશોવિજય ઉપાધ્યાયની) વાણી કોઈ નયથી અપૂર્ણ નથી. ૫ કાવ્યનો અર્થ ? બાહ્ય તથા અત્યંતર એ બે ભેદવાળા, કષાય અને અત્યંત દુર્ભેદ્ય એવા કુકર્મોને અસત્ આચરણને ભેદનારા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy