________________
નવપદજીની પૂજા
૨૧૯ (પૂજા ઢાળ-શ્રીપાળના રાસની દેશી.) જાણંતા તિહું જ્ઞાને સંયુત, તે ભવ મુક્તિ નિણંદ; જે હ આદરે કર્મ ખપેવા, તે તપ શિવતરુ કંદ રે.
ભવિકા ! સિદ્ધ૦ ૧. કર્મ નિકાચિત પણ ક્ષય જાયે, ક્ષમા સહિત જે કરતા; તે તપ નમીએ જેહ દીપાવે, જિનશાસન ઉજમંતા રે.
ભવિકા ! સિવ ૨. આમોસહિ પમુહા બહુ લબ્ધિ, હોવે જાસ પ્રભાવે; અષ્ટ મહાસિદ્ધિ નવ નિધિ પ્રગટે, નમીએ તે તપ ભાવે રે.
* ભવિકા ! સિ૦ ૩. ફળ શિવસુખ મહોટું સુર નરવર, સંપત્તિ જેહનું ફૂલ; તે તપ સુરત સરિખો વંદું, સમ મકરંદ અમૂલ રે.
ભવિકા ! સિ૦ ૪. પૂજાની પ્રથમ ઢાળનો અર્થ - ત્રણ જ્ઞાનવાળા જિનેશ્વર ભગવાન તે ભવમાં (પોતાની) મુક્તિ જાણતાં છતાં કર્મનો નાશ કરવાને જે તપનો આદર કરે છે તે તપ મોક્ષરૂપ વૃક્ષનું મૂળ છે.૧.
તે તપ ક્ષમાપૂર્વક કરતાં નિકાચિત કર્મ પણ ક્ષય થઈ જાય છે વળી જેનું ઉજમણું કરતાં જિનશાસનની પ્રભાવના થાય છે, તે તપને નમસ્કાર કરો ! ૨
જેના પ્રભાવથી આમર્દોષધિ પ્રમુખ ઘણી લબ્ધિઓ પ્રકટે છે. તેમજ આઠ મહાસિદ્ધિઓ અને નવ નિધિઓ પ્રકટે છે તે તપને ભાવપૂર્વક નમસ્કાર કરો. ૩
જેનું મોક્ષના સુખરૂપ મોટું ફળ છે, ઇંદ્ર અને ચક્રવર્તીની સંપત્તિરૂપ ફૂલ છે, સમતારૂપ અમૂલ્ય જેનો મકરંદ-પુષ્પરસ છે, તે કલ્પવૃક્ષ સરખા તપને વંદન કરું છું. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org