________________
૧૩૮
શ્રી પૂજા સંગ્રહ સાર્થ
પ્રથમ વ્રતે બીજી ચંદનપૂજા દુહો
દંસણ નાણ ચરણ તણા, આઠ આઠ અતિચાર; અણસણ વીર્યાચારના, પણ તિગ તપના બાર. ૧. સુંદર સમકિત ઉચ્ચરી, લહી ચોથું ગુણઠાણ, ચડી પંચમ પગથાલીએ, થૂલ થકી પચ્ચક્ખાણ. ૨ ઢાળ બીજી
આવો આવો જશોદાના કંત, અમ ઘર આવો રે, ભક્તિવત્સલ ભગવંત, નાથ શે નાવો રે; એમ ચંદનબાળાને બોલડે, પ્રભુ આવી રે, મુઠી બાકુળા માટે, પાછા વળીને બોલાવી રે. આવો૦ ૧.
દુહાનો અર્થ- દર્શનાચાર, જ્ઞાનાચાર ને ચારિત્રાચારના આઠ આઠ અતિચાર, અનશનના પાંચ અતિચાર, વીર્યાચારના ત્રણ અતિચાર અને તપાચારના બાર અતિચાર છે. ૧.
સુંદર સમકિતને ઉચ્ચરી, ચોથું ગુણસ્થાન પ્રાપ્ત કરી પાંચમા ગુણઠાણે આવતા શ્રાવક-શ્રાવિકા પ્રાણાતિપાત વગેરે પાપસ્થાનકોનો સ્થૂલથી ત્યાગ કરવારૂપ પચ્ચક્ખાણ કરે. ૨
ઢાળનો અર્થ- હે યશોદારાણીના કંત વીરપ્રભુ ! અમારા ઘરે આવો. હે ભક્તિવત્સલ ઉત્તમ નાથ ! તમે કેમ આવતા નથી ? આ પ્રમાણે ચંદનબાળાના વચનથી (પોતાનો અભિગ્રહ પૂર્ણ થવાથી) પ્રભુએ પાછા આવી એક મુઠી અડદના બાકુળા માટે ચંદનબાળાને બોલાવી તેના હાથે પ્રભુએ બાકૂળા વહોર્યા. ૧.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org