________________
૧૩૭
બારવ્રતની પૂજા શ્રેણિક ક્ષાયિકે, ક્ષીર ગંગોદક,
જિન અભિષેક નિત તે કરે એ; સિંચી અનુકૂળને, કલ્પતરુમૂળને,
શ્રી શુભવીર પદ અનુસરી એ. ૭
કાવ્ય (શાર્દૂલવિક્રીડિત) શ્રદ્ધાસંયુતકાદશવ્રતધરાઃ શ્રાદ્ધા શ્રુતે વર્ણિતા, આનંદાદિકદિગ્મિતાઃ સુરભવં ત્યકત્વા ગમિષ્યતિ વૈ; મોક્ષ તદ્ઘતમાચરસ્વ સુમતે ! ચૈત્યાભિષેક કુરુ, યેન – વ્રતકલ્પપાદપફલાસ્વાદ કરોષિ સ્વયમ્. ૧
ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલં યજામહે સ્વાહા.
ક્ષાયિક સમકિતી શ્રેણિક રાજા હંમેશાં દૂધ અને ગંગા નદીના પાણીથી શ્રી જિનમૂર્તિને અભિષેક કરતા હતા. અનુકૂળ એવા શ્રાવકના વ્રતરૂપ કલ્પવૃક્ષના મૂળ-સમકિતને સીંચીને શ્રી શુભવીર પરમાત્માના પદને-તીર્થંકરપદને અનુસર્યા, અર્થાત્ તેમણે તીર્થકરપદની નિકાચના કરી. ૭
કાવ્યનો અર્થ- શ્રદ્ધાસહિત શ્રાવકના બાર વ્રતને ધારણ કરનાર આનંદ વગેરે દશ શ્રાવકો કે જેઓને સિદ્ધાંતમાં વર્ણન કરવામાં આવેલ છે, તેઓ આયુષ્ય ક્ષય થયે સ્વર્ગમાં ગયા છે, ત્યાંથી ચ્યવીને મોક્ષમાં જશે, તેથી તે ઉત્તમ બુદ્ધિવાળા ! તમે તે વ્રતોને આચરો અને જિનમૂર્તિનું સ્નાત્ર કરો જેથી તમે વ્રતોરૂપી કલ્પવૃક્ષના ફળોનું પોતે જ આસ્વાદન કરશો. ૧.
મંત્રનો અર્થ-પરમપુરુષ, પરમેશ્વર, જન્મ-જરા-મૃત્યુનું નિવારણ કરનાર શ્રી વીરજિનેશ્વરની હું જલદ્વારા પૂજા કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org