SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ શ્રી પૂજા સંગ્રહ સાર્થ અતિશય શોભતા, અન્ય મત થોભતા, વાણી ગુણ પાંત્રીસ જાણીએ એ; નાથ શિવસાર્થવા, જગતના બંધવા, દેવ વીતરાગ તે માનીએ એ. ૫ યોગ્ય આચારને, સુગુરુ અણગારને, ધર્મ જયણાયુત આદરો એ; સમકિતસારને, ઠંડી અતિચારને, સિદ્ધપડિમા નિત નિત કરો એ. ૬ જેમનામાં નામ પ્રમાણે ગુણ છે, જેઓ ધર્મતીર્થનું સ્થાપન કરે છે તથા જેમનામાં સાચું હરિહર-બ્રહ્માપણું ઘટી શકે છે તેવા તીર્થંકર પ્રભુનું જ પ્રભાતમાં ઉઠીને નામસ્મરણ કરવું જોઇએ. શેષ દેવ-દેવીઓમાંથી સમ્યક્તત્વ પામ્યા પછી ચિત્ત ઉઠાવી લેવું. તેવામાં ચિત્ત ન ધરવું. તે સુદેવ કેવા છે ? ચોત્રીશ અતિશયવડે શોભતા છે, અન્ય મિથ્યામતોને થંભાવનારા છે, જેમની વાણી પાંત્રીશ ગુણયુક્ત છે, જે નાથ મોક્ષનગરે લઈ જવામાં સાર્થવાહ સરખા છે, જગતુના જીવોના બંધ તુલ્ય છે, એવા રાગ-દ્વેષ વિનાના દેવને દેવ તરીકે માનીએ. ૫ ગુરુ તરીકે કોને માનવા ? તે કહે છે- જે પાંચ આચારની યોગ્યતાવાળા છે, જેઓએ ઘર-બારનો ત્યાગ કર્યો છે. (અણગાર છે), તેમને સુગુરુ તરીકે માનીએ. અને જયણાયુક્ત ધર્મને ધર્મ તરીકે સ્વીકારીએ. આ પ્રમાણે સમકિતના સારને (શંકા-આકાંક્ષા-વિતિગિચ્છા, મિથ્યામતિની પ્રશંસા અને મિથ્થામતિ પરિચયરૂપ) પાંચ અતિચારને તજી સ્વીકારવો. અને સિદ્ધની પ્રતિમાને હંમેશા નમસ્કાર કરવો. ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy