________________
શ્રી નવાણુપ્રકારી પૂજા
૧૧૯ અજરામર ખેમકરું રે, અમરકેતુ ગુણકંદ, સ0 સહાપરા શિવકરુ રે, કર્મક્ષય તમોકંદ. સ૦ ૬ રાજરાજેશ્વર એ ગિરિ રે, નામ છે મંગળરૂપ; સ0 ગિરિવર રજ તરુ મંજરી રે, શિશ ચડાવે ભૂપ. સ૦ ૭. દેવ યુગાદિ પૂજતાં રે, કર્મ હોવે ચકચૂર; સ0 શ્રી શુભવીરને સાહિબો રે, રહેજો હૈયા હાર. સ૦ ૮
કાવ્ય તથા મંત્ર ગિરિવર વિમલાચલનામક,
ઋષભમુખ્યજિનાંધ્રિપવિત્રિતમ્; હદિ નિવેશ્ય જલર્જિનપૂજન,
વિમલમાપ્ય કરોમિ નિજાત્મક.... ૧.
ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા.
હવે આ તીર્થના આઠમાં નવ નામ કહે છે. ૬૪. અજરામર, ૬૫. ક્ષેમકર, ૬૬, અમરકેતુ, ૬૭. ગુણકંદ, ૬૮. સહસપત્ર, ૬૯. શિવંક, ૭૦. કર્મક્ષય, ૭૧. તમાકંદ, ૭૨. રાજરાજેશ્વર. આ બધા નામો મંગલરૂપ છે. આ તીર્થની રજ અને વૃક્ષોની મંજરી પણ પવિત્ર ગણાતી હોવાથી રાજાઓ પણ મસ્તક પર ચડાવે છે. ૬-૭.
આ તીર્થ પર યુગાદિદેવ-ઋષભદેવ પ્રભુની પૂજા કરવાથી કર્મો ચકચૂર થાય છે-નાશ પામે છે. કર્તા શ્રી શુભવિજયજી મહારાજના શિષ્ય વીરવિજયજી કહે છે કે- પરમાત્મા મારા હૃદયમાં હાજરાહજાર રહેજો. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org