SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ શ્રી પૂજા સંગ્રહ સાથે જેમ જેમ એ ગિરિ ભેટીએ રે, તેમ તેમ પાપ પલાય; સ0 અજિત જિનેશ્વર સાહિબો રે, ચોમાસું રહી જાય. સ૦ ૨ સાગરમુનિ એક કોડીશું રે, તોડ્યા કર્મના પાશ; સ0 પાંચ કોડી મુનિરાજશું રે, ભરત લહ્યા શિવલાસ. સ૦ ૩ આદીશ્વર ઉપકારથી રે, સત્તર કોડી સાથ; સ0 અજિતસેન સિદ્ધાચળે રે, ઝાલ્યો શિવવધૂ હાથ. સ. ૪ અજિતનાથ મુનિ ચૈત્રની રે, પુનમે દશ હજાર; સ0 આદિત્યયશા મુક્તિ વર્યા રે, એક લાખ અણગાર. સ0 પ થયા તે આ સ્થળે-આ તીર્થ ઉપર સિદ્ધિગતિને પામ્યા છે, એમ અજિતનાથ પ્રભુ થયા ત્યાં સુધી સમજવું. ૧. આ ગિરિરાજને જેમ જેમ ભેટીએ તેમ તેમ પાપો નાશ પામે છે. આ તીર્થ પર અજિતનાથ પ્રભુએ ચોમાસુ કરેલ છે. ૨. સાગરમુનિ એક ક્રોડ મુનિ સાથે આ તીર્થે કર્મના પાશ તોડી મુક્તિ વર્યા છે ભરતમુનિ પાંચ ક્રોડ મુનિ સાથે આ તીર્થે મોક્ષે ગયા છે. ૩. આદીશ્વરપ્રભુના ઉપકારથી-ઉપદેશથી સત્તર ક્રોડ મુનિની સાથે અજિતસેન મુનિએ સિદ્ધાચળ ઉપર શિવવધૂનો હાથ પકડ્યોમોક્ષ પામ્યા. ૪. અજિતનાથ પ્રભુના દશ હજાર મુનિઓ ચૈત્રી પુનમે આ તીર્થે મોક્ષે ગયા છે. આદિત્યયશા એક લાખ મુનિ સાથે આ તીર્થે સિદ્ધિપદ પામ્યા છે. ૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy