________________
૧૨૦
શ્રી પૂજા સંગ્રહ સાથે
નવમી પૂજા
રામ ભરત ત્રણ કોડીશું, કોડી મુનિ શ્રીસાર; કોડી સાડી આઠ શિવવર્યા, સાંબ પ્રદ્યુમ્નકુમાર. ૧.
ઢાળ સિદ્ધાચળ શિખરે દીવો રે, આદીશ્વર અલબેલો છે; જાણે દર્શન અમૃત પીવો રે, આદીશ્વર અલબેલો છે.
શિવ સોમયશાની લારે રે. આદીશ્વર તેર ક્રોડ મુનિ પરિવારે રે. આદીશ્વર૦ ૧ કરે શિવસંદરીનું આણું રે, આદીશ્વર નારદજી લાખ એકાણું રે. આદીશ્વર) વસુદેવની નારી પ્રસિદ્ધિ રે, આ૦ પાંત્રીસ હજાર તે સિદ્ધિ ૨. આદીશ્વર૦ ૨
દુહાનો અર્થ- રામ અને ભરત ત્રણ ક્રોડ મુનિ સાથે, શ્રીસારમુનિ એક ક્રોડ મુનિ સાથે અને કૃષ્ણ વાસુદેવના પુત્ર સાંબ અને પ્રદ્યુમ્નકુમાર સાડીઆઠ ક્રોડ મુનિ સાથે શ્રી સિદ્ધાચળગિરિ પર મોક્ષ પામ્યા છે. ૧.
ઢાળનો અર્થ- સિદ્ધાચળના શિખર ઉપર દીપક સમાન શ્રી આદીશ્વર પ્રભુ અલબેલા છે.- ઉદાર છે. તેના દર્શનરૂપ અમૃતનું પાન કરો. શ્રી સોમયશા (બાહુબલિના પુત્ર) તેર ક્રોડ મુનિઓના પરિવાર સાથે આ તીર્થે મોક્ષપદ પામ્યા છે. ૧.
નારદજીએ એકાણું લાખ મુનિની સાથે આ તીર્થે શિવસુંદરીનું તેડું કર્યું, કૃષ્ણ વાસુદેવના પિતા વસુદેવની પ્રસિદ્ધ એવી પાંત્રીસ હજાર વીઓ અહીં સિદ્ધિપદને પામી છે. ૨.
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org