________________
૨૦૦
શ્રી પૂજા સંગ્રહ સાથે તપ તેજ દીપે કર્મ જીપે, નૈવ છીપે પરભણી, મુનિરાજ કરુણાસિંધુ ત્રિભુવન-બંધુ પ્રણમું હિતભણી. ૧.
(પૂજા ઢાળ, શ્રીપાળના રાસની દેશી.) જેમ તરફૂલે ભમરો બેસે, પીડા તસ ન ઉપાવે; લેઈ રસ આતમ સંતોષે, તેમ મુનિ ગોચરી જાવે રે.
' ભવસિ૦ ૧. પંચ ઇંદ્રિયને જે નિત્ય આપે, ષટકાયક પ્રતિપાળ; સંયમ સત્તર પ્રકારે આરાધે, વંદું તેહ દયાળ રે.
ભ૦ સિવ ૨. અઢાર સહસ શીલાંગના ધોરી, અચળ આચાર ચરિત્ર; મુનિ મહંત જયણાયુત વંદી, કીજે જન્મ પવિત્ર રે.
ભ૦ સિ૦ ૩. પદાર્થોથી લલચાતા નથી, દયાના સાગર છે, ત્રિભુવનબંધુ છે એવા મુનિરાજને આત્મિક હિતની ખાતર પ્રણામ કરું છું. ૨
પૂજાની ઢાળનો અર્થ - જેમ ઝાડના ફૂલ ઉપર (રસ ચૂસવાને) ભમરો બેસે છે તે તેને પીડા ઉપજાવતો નથી અને રસ લઈને પોતાના આત્માને તૃપ્તિ પમાડે છે તેમ મુનિ “ગોચરી લે છે.૧
- હંમેશાં જે પાંચ ઇંદ્રિયોને વશ રાખે છે, છકાયનું સુંદર રીતે પાલન કરે છે, સત્તર પ્રકારે સંયમનું આરાધન કરે છે તે કૃપાળુ મુનિજન વંદના કરું છું. ર ' '
- અઢાર હજાર શીલાંગરથને વહન કરવામાં વૃષભ તુલ્ય છે, આચાર અને ચારિત્ર (જેમનું) નિશ્ચળ છે, એવા મુનિ મહાત્માને યતનાપૂર્વક વંદન કરીને મનુષ્ય જન્મને પવિત્ર કરો. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org