________________
નવપદજીની પૂજા
વળી બાહ્ય અત્યંતર ગ્રંથિ ટાળી,
હોયે મુક્તિને યોગ્ય ચારિત્ર પાળી; શુભાષ્ટાંગ યોગે ૨મે ચિત્ત વાળી, નમું સાધુને તેહ નિજ પાપ ટાળી.૨ (ઢાળ : ઉલાળાની દેશી.)
સકલ વિષયવિષ વારીને, નિઃકામી નિઃસંગીજી; ભવ દવ તાપ શમાવતા, આતમસાધન રંગીજી. ૧. ઉલાળો.
જે રમ્યા શુદ્ધ સ્વરૂપ રમણે, દેહ નિર્મમ નિર્મદા, કાઉસ્સગ્ગ મુદ્રા ધીર આસન, ધ્યાન અભ્યાસી સદા;
૧૯૯
વળી બાહ્ય અને અંતર (પરિગ્રહ) ગ્રંથીઓ જેમણે તોડેલી છે, મોક્ષ પ્રાપ્ત કરાવે તેવું ચારિત્ર પાળ્યું છે, ચિત્તને સાવધાન રાખી સુંદર અષ્ટાંગ યોગમાં રમણ કરે છે એવા સાધુઓને મારું પોતાનું પાપ દૂર કરવા નમસ્કાર કરું છું. ૨
ઉલાળાની ઢાળનો અર્થ - (જેઓ) સઘળા વિષયના ઝેરનું નિવારણ કરીને નિષ્કામ અને સંગ રહિત થયા છે, સંસારરૂપ દાવાનળનો તાપ શમાવે છે અને આત્મિક સાધન વડે રંગાયેલા છે. ૧.
જેઓ શુદ્ધ (આત્મિક) સ્વરૂપની સ્થિરતામાં રહેલા છે, શરીર ઉપરના મમત્વ વગરના અને અહંકાર રહિત છે. કાઉસ્સગ્ગ અને મુદ્રાઓમાં ધૈર્યવાળા છે, આસન અને ધ્યાનના નિરંતર અભ્યાસી છે, તપના તેજથી કાંતિમાન છે, કર્મોને જીતે છે, અન્ય (સાંસારિક)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org