SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ નવપદજીની પૂજા ૨૦૧ નવવિધ બ્રહ્મગુપ્તિ જે પાળે, બારસવિહ તપશૂરા; એહવા મુનિ નમીએ જો પ્રગટે, પૂરવ પુણ્ય અંકુરા રે. ભ0 સિ૦ ૪. સોનાણી પરે પરીક્ષા દીસે, દિનદિન ચઢતે વાને; સંજમ ખપ કરતા મુનિ નમીએ, દેશકાળ અનુમાને રે. ભ૦ સિ0 ૫. દુહો અપ્રમત્ત જે નિત્ય રહે, નવિ હરખે નવિ શોચે રે; સાધુ સુધા તે આતમાં, શું મુંડે શું લોચે રે ? વીર૦ ૧. શ્રી સાધુપદ કાવ્ય અંતે ય દંતે ય સુગુત્તિગુત્તે, મુત્તે પસંતે ગુણજોગજુ; ગયપ્પમાએ હયમોહમાયે, ઝાએહ નિચ્ચે મુણિરાયપાએ. ૫ જે બ્રહ્મચર્યની નવ વાડોનું પાલન કરે છે, બાર પ્રકારનો તપ કરવામાં શૂરવીર છે, એવા મુનિને જો પૂર્વપુણ્યરૂપી (વક્ષના) અંકુરા પ્રગટે તો જ નમસ્કાર કરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય. ૪ જેમના સંયમની પરીક્ષા સુવર્ણની જેમ દરરોજ ચઢતા ચઢતા રંગવાળી દેખાય છે અને જેઓ દેશકાળ પ્રમાણે સંયમનું પાલન કરવામાં તત્પર છે તેવા મુનિજનોને નમસ્કાર કરો. ૫ દુહાનો અર્થ - જે હંમેશાં અપ્રમાદી રહે છે, હર્ષ અથવા શોકમાં લીન થતા નથી તેવા આત્મા જ ઉત્તમ સાધુ છે. માત્ર મુંડાવવાથી અથવા લોચ કરવાથી શું વાસ્તવિક સાધુપણું પ્રાપ્ત થાય છે? સાધુપદ કાવ્યનો અર્થ - ક્ષમાવાન, દમન કરનાર, ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત, કોઈ પણ જાતના બદલાની ઇચ્છા વગરના પ્રશાંત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy