________________
પૂ. શ્રી વીરવિજયજી કૃત અંતરાયકર્મ નિવારણની પૂજા
શ્રી અંતરાયકર્મ નિવારણ પૂજાની વિધિ
આ પૂજામાં આઠ પૂજા છે. પ્રથમ પૂજા વખતે જલથી, બીજી પૂજા વખતે ચંદનથી, ત્રીજી પૂજા વખતે પુષ્પથી, ચોથી પૂજા વખતે ધૂપથી, પાંચમી પૂજા વખતે દીપકથી, છઠ્ઠી પૂજા વખતે અક્ષતથી, સાતમી પૂજા વખતે નૈવેદ્યથી, અને આઠમી પૂજા વખતે ફળથી એમ ક્રમશઃ અષ્ટપ્રકારી પૂજા કરવાની છે.
ઉત્તમ ફળ-નૈવેદ્ય-ધૂપ-દીપ-કળશ આદિ આઠ આઠ લાવવાં. ન બની શકે તો જધન્યથી એકેક લાવવાં. તે તે પૂજા વખતે તે તે પદાર્થ લઇને પ્રભુ પાસે સ્નાત્રીયાએ ઊભા રહેવું. સ્નાત્ર ભણાવ્યા પછી આ પૂજા ભણાવવાની ચાલુ કરવી. દરેક પૂજાના અંતે મંત્ર બોલાયા પછી થાળી વગાડવી. તે વખતે તે દ્રવ્યથી પ્રભુની પૂજા કરવી. આઠે પૂજા પૂરી થાય ત્યારે લુણઉતારણ, આરતી-મંગળ દીવો કરી શાંતિ કળશ કરવો. ત્યારબાદ ચૈત્યવંદન કરવું.
જ્ઞાના વરણીય આદિ આઠે કર્મોના નિવારણ માટે આઠ– આઠ એમ ચોસઠ પૂજાઓ છે, જેને ચોસઠ પ્રકારી પૂજા કહેવાય છે. તેમાંથી અતિશય ભણાવાથી હોવાથી આ અંતરાયકર્મ નિવારણ પૂજા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org