________________
૧૧૦
શ્રી પૂજા સંગ્રહ સાર્થ
પાંચમી પૂજા
ચોથે આરે એ થયા, સવિ મોટા ઉદ્ધાર; સૂક્ષ્મ ઉદ્ધાર વચ્ચે થયા, કહેતાં નાવે પાર. ૧.
ઢાળ સંવત એક અઠવંતરે રે, જાવડશાનો ઉદ્ધાર; ઉદ્ધરજો મુજ સાહિબા રે, નાવે ફરી સંસાર; હો જિનજી ! ભક્તિ હૃદયમાં ધારજો રે, અંતરવૈરીને વારજો રે, તારજો દિનદયાળ. ૧ બાહડમંત્રીએ ચૌદમો રે, તીર્થે કર્યો ઉદ્ધાર; બાર તરોત્તર વર્ષમાં રે, વંશ શ્રીમાળી સાર હો. જિ૨
દુહાનો અર્થ- ચોથા આરામાં એ બધા મોટા ઉદ્ધાર થયા, વચ્ચે વચ્ચે નાના ઉદ્ધાર અનેક થયા છે, જેનો કહેતાં પાર આવે તેમ નથી. ૨
ઢાળનો અર્થ-વિક્રમ સંવત-૧૦૮માં જાવડશાએ તેરમો ઉદ્ધાર કર્યો છે. હે પ્રભુ! આપ પણ મારો સંસારમાંથી ઉદ્ધાર કરજો, જેથી સંસારમાં મારે આવવું ન પડે. હે પ્રભુ ! મારી ભક્તિ આપ હૃદયમાં ધારણ કરજો, મારા અંતરંગ શત્રુ (કામક્રોધ વગેરે)ને દૂર કરજો. હે દીનદયાળ પ્રભુ ! મને તારજો. ૧.
સંવત્-૧૨૧૩ના વર્ષમાં શ્રેષ્ઠ શ્રીમાળી વંશમાં થયેલા બાહડમંત્રીએ આ તીર્થમાં ચૌદમો ઉદ્ધાર કર્યો. ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org