SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નવાણુપ્રકારી પૂજા ૧૧૧ સંવત તેર એકોત્તરે રે, સમરોશા ઓસવાળ; ન્યાયદ્રવ્ય વિધિશુદ્ધતા રે, પનરમો ઉદ્ધાર હો. જિ૦ ૩ પન્નરશે સત્યાગીએ રે, સોળમો એહ ઉદ્ધાર; કર્માશાએ કરાવીઓ રે, વરતે છે જયજયકાર હો. જિ૦ ૪ સૂરિ દુપ્પસહ ઉપદેશથી રે, વિમળવાહન ભૂપાળ; છેલ્લો ઉદ્ધાર કરાવશે રે, સાસગિરિ ઉજમાળ હો જિ0 ૫ ભવ્યગિરિ સિદ્ધશેખરો રે, મહાસ ને માલ્યવંત; પૃથ્વી પીઠ દુઃખહરગિરિ રે, મુક્તિરાજ મણિકત હો. જિ૦૬ મેરુ મહીધર એ ગિરિ રે, નામે સદા સુખ થાય; શ્રી શુભવીરને ચિત્તથી રે, ઘડી ન મેલણ જાય હો. જિ૦ ૭ સંવત્ ૧૩૭૧ના વર્ષમાં સમરાશા ઓશવાળે વાયદ્રવ્યથી વિધિની શુદ્ધતાપૂર્વક આ તીર્થમાં પંદરમો ઉદ્ધાર કરાવ્યો. ૩. સંવત્ ૧૫૮૭ના વર્ષમાં અત્યારે વર્તે છે તે સોળમો ઉદ્ધાર કર્માશાહે કરાવ્યો છે, જે હાલમાં જયજયકાર વર્તે છે. ૪. આ પાંચમા આરાને છેડે દુપ્પસહસૂરિના ઉપદેશથી વિમળવાહન રાજા આ શાશ્વતગિરિ-શત્રુંજયગિરિનો છેલ્લો ઉદ્ધાર કરાવશે. ૫. હવે આ તીર્થનાં પાંચમા નવનામ કહે છે. ૩૭. ભવગિરિ, ૩૮ સિદ્ધશેખર, ૩૯. મહાશય, ૪૦. માલ્યવંત, ૪૧. પૃથ્વીપીઠ, ૪૨. દુઃખહરગિરિ, ૪૩. મુક્તિરાજ, ૪૪. મણિકંત અને ૪૫. મેરુમહીધર. આ નામો લેવાથી હંમેશાં સુખ થાય છે. શ્રી શુભવિજયજીના શિષ્ય શ્રી વીરવિજયજી કહે છે કે-આ નામો મારા ચિત્તમાંથી ઘડી પણ મૂક્યાં જતાં નથી. ૬-૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001156
Book TitlePooja Sangraha with Meaning Tika
Original Sutra AuthorVirvijay , Yashovijay Upadhyay
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages308
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy