________________
૫૮
શ્રી પૂજા સંગ્રહ સાર્થ
દામોદર જિન મુખ સુણી,નિજ આતમ ઉદ્ધાર; તદા અષાઢી શ્રાવકે, મૂર્તિ ભરાવી સાર. ૪ સુવિહિત આચારજ કને, અંજનશલાકા કીધ; પંચ કલ્યાણક ઉત્સવે, માનું વચન જ લીધ. ૫ સિદ્ધસ્વરૂપરમણ ભણી, નૌતમ પડિમા જેહ; થાપી પંચ કલ્યાણકે, પૂજે ધન્ય નર તેહ. ૬ કલ્યાણક ઉત્સવ કરી, પૂરણ હર્ષ નિમિત્ત; નંદીશ્વર જઇ દેવતા, પૂજે શાશ્વત ચૈત્ય. ૭ કલ્યાણક ઉત્સવ સહિત, રચના રચશું તેમ; દુર્જન વિષધર ડોલશે, સજ્જન મનશું પ્રેમ. ૮
થઇને શિવવધૂના કંત થશો-મોક્ષ પામશો.' તે સાંભળી તે અષાઢી શ્રાવકે શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ ભરાવી સુવિહિત આચાર્ય મહારાજ પાસે અંજનશલાકા કરાવી. તે વખતે કરવામાં આવેલ પંચકલ્યાણકના ઉત્સવથી તેમની પાસેથી જાણે કાર્યસિદ્ધિનું વચન જ લીધું ન હોય ! એમ હું માનું છું. ૩-૪-૫.
સિદ્ધસ્વરૂપમાં રમણતા ક૨વા માટે આ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિમા અપૂર્વ છે. તેની સ્થાપના કરી પંચલ્યાણકનો ઉત્સવ કરવાપૂર્વક જેઓ પૂજા કરે છે, તે માણસોને ધન્ય છે. ૬. ઇંદ્રાદિક દેવો તીર્થંકરોના કલ્યાણકોના પ્રસંગે આવી, ઉત્સવ કરી હર્ષને પૂર્ણ કરવા માટે નંદીશ્વરદ્વીપમાં જઇ શાશ્વત ચૈત્યોની પૂજા કરે છે. ૭.
અમે પણ કલ્યાણકના ઉત્સવ સહિત તેવી રચના ક૨શું કે જેથી દુર્જનરૂપી સર્પ પણ માથું ધુણાવશે અને સજ્જનોના મનમાં આનંદ થશે..૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org