________________
શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા
કુસુમ ફળ અક્ષતતણી, જળ ચંદન મનોહાર; ધૂપદીપ નૈવેદ્યશું, પૂજા અષ્ટ પ્રકાર. ૯.
ઢાળ પહેલી
પ્રથમ એક પીઠિકા, ઝગમગે દીપિકા,
થાપી પ્રભુ પાસ તે ઉપરે એ;
રજત રકેબીઓ વિવિધ કુસુમે ભરી,
હાથ નરનારી ધરી ઉચ્ચરે એ. ૧. કનકબાહુ ભવે બંધ જિનનામનો,
કરીય દશમે દેવલોકવાસી; સકળ સુરથી ઘણી તેજ કાંતિ ભણી,
વીશ સાગર સુખ તે વિલાસી. ૨.
Jain Education International
આ પૂજામાં અમે ૧. કુસુમ, ૨. ફળ, ૩. અક્ષત, ૪. જળ, પ. ચંદન, ૬. ધૂપ, ૭. દીપ અને ૮. નૈવેદ્ય એમ આઠ પ્રકારે પૂજા કરીશું. ૯. ઢાળનો અર્થ- પ્રથમ દીપિકાની સમાન ઝગમગતી-તેજસ્વી પીઠિકાની ઉપર સિંહાસનમાં પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિને પધરાવવી, પછી વિવિધ જાતિના પુષ્પોથી ભરેલી રૂપાની રકાબીઓ સ્ત્રી-પુરુષો હાથમાં ધારણ કરી પૂજા ભણાવે. ૧.
૫૯
હવે પાર્શ્વનાથ ભગવંતનું ચરિત્ર કહે છે. પ્રભુ પૂર્વના ત્રીજા ભવમાં કનકબાહુ નામે રાજા હતા, તે ભવમાં ચારિત્ર લઇ વીશસ્થાનક તપની આરાધના કરી જિનનામનો બંધ નિકાચિત કરી દશમા-પ્રાણત દેવલોકમાં દેવ થયા. તે ભવમાં સર્વદેવો કરતાં તેમની તેજયુક્ત કાંતિ ઘણી હતી. તે દેવલોકમાં તેમની આયુ:સ્થિતિ વીશ સાગરોપમની હતી.૨.
For Private & Personal Use Only
www.jainelibrary.org