________________
૬૦
શ્રી પૂજા સંગ્રહ સાથે ક્ષેત્ર દશ જિનવરા, લ્યાણક પાંચશે,
ઉત્સવ કરત સુર સાથશું એ; થઇય અગ્રેસરી સાસય જિન તણી,
રચત પૂજા નિજ હાથશું એ. ૩. યોગશાસ્ત્ર મતા માસ ષ થાકતા,
દેવને દુઃખ બહુ જાતિનું એ; તેહ નવિ ઉપજે દેવ જિનજીવને,
જોવતાં ઠાણ ઉપપાતનું એ. ૪. મુગતિપુર મારગે શીતળ છાંયડી,
તીર્થની ભૂમિ ગંગાજલે એ; તે સમય દરમ્યાન (તેરમા વિમળનાથથી બાવીશમા નેમિનાથ સુધીના આ ભરતક્ષેત્રના દશ તીર્થકરો, તેવી જ રીતે બીજા ચાર ભરત અને પાંચ ઐરાવતના મળી) દશ ક્ષેત્રના ૧૦0 તીર્થકરોના (એકએકનાં પાંચ લ્યાણક હોવાથી) ૫૦૦ કલ્યાણકોના ઉત્સવ તે દેવભવનમાં દેવો સાથે કરે છે અને અગ્રેસર થઈને નંદીશ્વરદ્વીપ વગેરેમાં રહેલા શાશ્વત જિનબિંબોની પૂજા પોતાના હાથે કરે છે. ૩.
યોગશાસ્ત્રમાં કહ્યું છે કે-દેવોનું આયુષ્ય છ માસ બાકી હોય ત્યારે પુષ્પમાળા કરમાઈ જાય વગેરે ચિહ્નોથી પોતાના અવન કાળને જાણી તે દેવો ઘણું દુઃખ પામે છે. પરંતુ જે જિનેશ્વરનો જીવ હોય છે. તે દેવને પોતાનું ઉત્પત્તિસ્થાન જોતાં તે દુઃખ ઉત્પન્ન થતું નથી.૪.
(પાર્શ્વનાથ ભગવાનનું ઉત્પત્તિ સ્થાન કેવું છે?) મુક્તિપુરીએ જવાના માર્ગમાં વિસામો લેવા માટે શીતળ છાયાવાળી, ગંગાના જળવડે નિર્મળ તીર્થભૂમિ સ્વરૂપ જે ભૂમિ છે. વળી જે ભૂમિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org