________________
પં. શ્રી વીરવિજયજી મ. કૃત શ્રી પાર્શ્વનાથ પંચલ્યાણક પૂજા
ચ્યવન કલ્યાણ કે પ્રથમ પુષ્પપૂજા
દુહા શ્રી શંખેશ્વર પાસજી, સુરતરુ સમ અવદાત; પુરિસાદાણી પાસજી, પદર્શન વિખ્યાત. ૧ પંચમે આરે પ્રાણીઓ, સમરે ઉઠી સવાર; વાંછિત પૂરે દુઃખ હરે, વંદુ વાર હજાર. ૨ અવસર્પિણી ત્રેવીસમા, પાર્શ્વનાથ જબ હેત; તસ ગણધર પદ પામીને, થાશો શિવવધૂકત. ૩
દુહાનો અર્થ-શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ કે જેમનો કલ્પવૃક્ષ સરખો વાંછિત પૂરનાર જીવનવૃત્તાંત છે. જેઓ પુરુષોને વિષે આદેયનામકર્મવાળા છે, વળી જેઓ છયે દર્શનોમાં પ્રસિદ્ધ છે. ૧.
પાંચમા આરામાં ભવ્યજીવો જેઓનું પ્રાતઃકાળમાં સ્મરણ કરે છે. જેઓ ભક્તજનોના વાંછિત પૂરે છે, અને દુઃખો હરણ કરે છે. તેઓને હું હજારોવાર નમન કરું છું. ૨
ગઇ ચોવીશીમાં દામોદર નામે નવમા તીર્થંકર થઈ ગયા. તેમના મુખેથી અષાઢી નામના શ્રાવકે સાંભળ્યું કે- તમે આવતી અવસર્પિણીના ચોથા આરામાં ત્રેવીસમા પાર્શ્વનાથ પ્રભુ થશે તેના ગણધર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org