________________
પં. શ્રી વીરવિજયજી મ. કૃત શ્રી પાર્શ્વનાથ પંચાલ્યાણક પૂજા
પંચકલ્યાણકની પૂજાની વિધિ આ પૂજામાં ઉત્તમ ફળ, નૈવેદ્ય, પકવાન્ન વગેરે દરેક વસ્તુઓનાં આઠ આઠ નંગ મુકવાં. પંચામૃતના આઠ ક્લશા ભરવા. આઠ દીપક કરવા. પુષ્ય કેસર અને અક્ષત વગેરે લાવવાં. પૂજા ભણાવતી વખતે દરેક પૂજાએ એકેક એમ આઠ સ્નાત્રીયા ઉભા રાખવા. કદાચ તે પ્રમાણે જો જોગ ન બને તો દરેક વસ્તુ એકેક હોય તો પણ પૂજા ભણાવી શકાય.
(૧) પ્રથમ સ્નાત્ર ભણાવવું. પછી સ્નાત્રીયાએ રકાબીમાં પુષ્પો લઈ ઉભા રહેવું. અને પૂજા ભણાવનારાઓ પહેલી પૂજા ભણાવી મંત્ર બોલે, થાળી વાગે ત્યારે પ્રભુજીને ફુલ ચડાવવાં. આ જ પ્રમાણે આઠે પૂજાઓમાં પૂજા ભણાવનારાઓ અનુક્રમે બીજી, ત્રીજી પૂજા ભણાવીને મંત્ર બોલે અને થાળી વાગે ત્યારે ત્યારે તે તે પદાર્થથી પ્રભુની પૂજા કરવી. દરેક પૂજાના અંતે મંત્ર બોલ્યા પછી થાળી વગાડવી. જે પૂજા ભણાવાતી હોય તે પૂજા વખતે તે પદાર્થ લઈને પ્રભુ પાસે ઉભા રહેવું. (૧) પ્રથમ પૂજામાં પુષ્પ, (૨) બીજી પૂજામાં ફળ, (૩) ત્રીજી પૂજામાં અક્ષત, (૪) ચોથી પૂજામાં જળનો કળશ, (૫) પાંચમી પૂજામાં ચંદન, (૬) છઠ્ઠી પૂજામાં ધૂપ, (૭) સાતમી પૂજામાં દીપક અને (૮) આઠમી પૂજામાં નૈવેદ્ય ધરવું.
આઠ પૂજા પુરી થાય ત્યારે લુણ ઉતારી, આરતી મંગલદીપ કરી, શાન્તિકલશ કરવો. ત્યારબાદ ચૈત્યવંદન કરવું.
આ સ્નાત્રપૂજામાં લખ્યા પ્રમાણે સમજી લેવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org