________________
૮૦.
શ્રી પૂજા સંગ્રહ સાથે * કાવ્ય તથા મંત્ર ભોગી પદાલોકનતોપિ યોગી, બભૂવ પાતાલપદે નિયોગી; કલ્યાણકારી દુરિતાપહારી, દશાવતારી વરદઃ સ પાર્શ્વઃ ૧.
ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ચંદન યજામહે સ્વાહા.
દીક્ષા કલ્યાણકે છઠ્ઠી ધૂપપૂજા
- દુહા વરસીદાનને અવસરે, દાન લિયે ભવ્ય તેહ; રોગ હરે ષમાસનો, પામે સુંદર દેહ. ૧. ધૂપધટા ધરી હાથમાં, દીક્ષા અવસર જાણ; દેવ અસંખ્ય મળ્યા તિહાં, માનું સંજમઠાણ. ૨.
તે દાનદ્વારા દીન-દુઃખી લોકોને સુખી કર્યા, જગતના દારિદ્યને ચૂરી નાખ્યું. અને તે સર્વ ધન ઇંદ્રના હુકમથી દેવોએ પૂર્યું. એમ કર્તા શ્રી શુભ-વીરવજિયજી મહારાજ કહે છે. ૨૨.
દુહાનો અર્થ-પ્રભુનું વાર્ષિકદાન લેનાર આત્મા ભવ્ય હોય છે. તેમજ દાન લેનારના છ માસના થયેલ રોગ નાશ પામે છે તેમજ નવા વ્યાધિ છ માસ સુધી થતા નથી, અને સુંદર દેહ પામે છે. ૧. - પ્રભુની દીક્ષાનો સમય જાણી હાથમાં ધૂપઘટા ધારણ કરી અસંખ્યાત દેવો ત્યાં ભેગા થયા. જાણે સંયમના જ અસંખ્યાત અધ્યવસાય સ્થાનો સાથે ન મળ્યા હોય. ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org