________________
શ્રી નવાણુંપ્રકારી પૂજા
પ્રથમ પૂજા
દુહા શ્રી શંખેશ્વર પાસજી, પ્રણમી શુભ ગુરુપાય; વિમળાચળ ગુણ ગાઇશું; સમરી શારદમાય. ૧ પ્રાયે એ ગિરિ શાશ્વતો, મહિમાનો નહીં પાર; પ્રથમ જિણંદ સમોસર્યા, પૂર્વ નવાણું વાર. ૨ અઢીય દ્વીપમાં એ સમો, તીર્થ નહીં ફળદાય; કલિયુગ કલ્પતરુ લહી, મુક્તાફળશું વધાય. ૩ યાત્રા નવાણું જે કરે, ઉત્કૃષ્ટ પરિણામ; પૂજા નવાણું પ્રકારની, રચતાં અવિચળ ધામ.૪ દુહાનો અર્થ- શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ અને શુભવિજય નામના મારા ગુરુના ચરણને નમસ્કાર કરી શ્રી શારદા-સરસ્વતી માતાને સંભારી શ્રી વિમલાચલતીર્થના ગુણ ગાશું. ૧.
આ ગિરિવર પ્રાય:શાશ્વતો છે, (પ્રમાણમાં વધઘટ થાય પણ સદાકાળ હોય છે) એના મહિમાનો પાર નથી, પ્રથમ જિનેન્દ્ર શ્રી ઋષભદેવ ભગવંત આ ગિરિ પર નવ્વાણું પૂર્વ વાર સમવસર્યા છે. ૨.
અઢીદ્વીપમાં બીજું કોઇ તીર્થ આ તીર્થ સમાન ફળ આપનાર નથી, કલિયુગમાં-પાંચમા આરામાં કલ્પવૃક્ષ સમાન આ તીર્થને પામીને મુક્તાફળોથી-મોતીઓથી વધાવો. ૩.
જે મનુષ્ય ઉત્કૃષ્ટ પરિણામથી આ તીર્થની નવ્વાણું યાત્રા કરે અને નવાણું પ્રકારી પૂજા રચાવે તે અવિચલધામ-મોક્ષને પામે. ૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org